આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને અનુસંધાને ભાજપ અને વિપક્ષનાં દળો એમ બંને મોરચે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ હોય એવો માહોલ સર્જાયો છે. દેશની ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટી કૉંગ્રેસ સહિતના વિપક્ષે ‘ભાજપ અને નરેન્દ્ર મોદી’ને પડકારવા માટે બૅંગલુરુ ખાતે મળેલી વિપક્ષની બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે વિપક્ષનાં દળોના ગઠબંધન – ઇન્ડિયન નેશનલ ડેવલપમૅન્ટલ ઇન્ક્લુસિવ ઍલાયન્સ એટલે કે INDIAની જાહેરાત કરી હતી. સામેની બાજુએ ભાજપે પણ પોતાનાં NDAનાં સાથી દળોનું સમર્થન સુનિશ્ચિત કરવા માટે દિલ્હીમાં બેઠક યોજી હતી.
ભાજપ અને સાથી દળો તેમજ કૉંગ્રેસ અને વિપક્ષનાં દળોએ બંને બાજુના પ્રયાસોને લઈને શાબ્દિક પ્રહાર પણ કર્યા હતા. બંને પક્ષોની બેઠકો સાથે જ દેશમાં ચૂંટણીની તૈયારીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પરંતુ વિપક્ષનાં દળોના નવા ગઠબંધનને લઈને હાલ કેટલાક પ્રશ્નો પણ જોવા મળી રહ્યા છે. જેમ કે, આ નવું ગઠબંધન શું છે? તેમાં કોણ-કોણ સામેલ છે? આખરે આ ગઠબંધનનો ચહેરો કોણ હશે? વગેરે.
જો કે આ સંઘ કાશી પહોંચે એવું લાગતું નથી. બંગાળમાં કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે મતભેદ છે. આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મતભેદ છે. યુપીમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં કોંગ્રેસ અને સપા વચ્ચે મતભેદ ઓછા થઇ રહ્યા નથ લોકસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્કલૂસિવ એલાયન્સ (આઈ.એન.ડી.આઈ.એ.)ના ઘટક દળો વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ તેજ થઈ ગઈ છે. જોકે પાર્ટીઓ વચ્ચેનો અંદરોઅંદરનો ટકરાવ અને રાજ્યોમાં વિરોધના કારણે આ સ્થિતિ ઘણી મુશ્કેલ બની રહી છે.
બંગાળમાં કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે મતભેદ છે. પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મતભેદ છે. યુપીમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં કોંગ્રેસ અને સપા વચ્ચે મતભેદ ઓછા થઇ રહ્યા નથી. બિહારમાં ઓછું મહત્વ મળવા પર નારાજગી તો બીજી તરફ બિહારમાં જેડીયુ અને આરજેડી વચ્ચે અંતર વધવાના સંકેત મળી રહ્યા છે. ત્યાં નીતિશ અને તેજસ્વી વચ્ચેના વણસતા સંબંધો વચ્ચે કોંગ્રેસ પોતાના માટે કેટલી બેઠકો ઇચ્છે છે તેના પર સહમત થવાની શક્યતા ઓછી છે. ત્યાં કોંગ્રેસને પોતાને ઓછું મહત્વ મળતું દેખાય છે.
કોંગ્રેસ પોતાને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત જેવા અનેક રાજ્યોમાં નેતૃત્વની ભૂમિકામાં જોવા માંગે છે. અન્ય રાજ્યોમાં પણ તે પોતાને ઓછી આંકતી નથી. દક્ષિણ તરફ ઝડપથી વિસ્તરી રહેલા ભાજપનો સામનો કરવા માટે ઇન્ડિયા ગઠબંધન કોઈ મજબૂત તાકાત પેદા કરી શકતું નથી. સૌથી મોટી સમસ્યા કોંગ્રેસના રાષ્ટ્રીય અને રાજ્ય એકમો વચ્ચેના મતભેદની છે. એક તરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ ઇન્ડિયા ગઠબંધનમાં એકતાની વાત કરે છે, જ્યારે પ્રદેશ નેતૃત્વની ભાવનાઓ તેનાથી સાવ અલગ દેખાય છે. કેરળમાં કોંગ્રેસનું રાજ્ય એકમ સતત સત્તાધારી સીપીએમ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ અને સીપીએમ બંને ગઠબંધનનો ભાગ છે.
કેબિનેટ મંત્રીઓની સાથે રાજ્યસભાના સાંસદો પણ ચૂંટણી લડે તેમ ભાજપ ઇચ્છે છે પંજાબ અને દિલ્હીમાં આપ વચ્ચે મતભેદ પંજાબમાં કોંગ્રેસનું રાજ્ય એકમ સત્તાધારી આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કે બેઠકોની વહેંચણીના પક્ષમાં નથી, ત્યારે પાર્ટીનું હાઈકમાન્ડ બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડે તેવો આગ્રહ રાખી રહ્યું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીએ કહ્યું છે કે વિરોધ પક્ષોના ઇન્ડિયા ગઠબંધનમાં સીટોની વહેંચણી અંગેના તમામ નિર્ણયો સૂર્ય ઉત્તરાયણમાં આવતાની સાથે જ લેવામાં આવશે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે શનિવારે યુપીના બલિયા જિલ્લાના બિસુકિયા ગામમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું હતું કે સપા અન્ય પક્ષોના સહયોગથી ખૂબ જ ટૂંક સમયમાં નિર્ણય લેશે. સૂર્યને ઉત્તરાયણમાં આવવા દો. સૂર્યના ઉત્તરાયણમાં આવતાની સાથે જ તમામ નિર્ણયો લેવામાં આવશે. ખુદ સપા યુપીમાં બસપાને પોતાની સાથે લેવાની વિરુદ્ધ છે, જ્યારે રાહુલ ગાંધી સતત બસપાને ગઠબંધનમાં સામેલ કરવાનો આગ્રહ કરી રહ્યા છે.
કોંગ્રેસ યુપીમાં 15-20, મહારાષ્ટ્રમાં 16-20 બેઠકો, બિહારમાં 4-8 બેઠકો, પશ્ચિમ બંગાળમાં 6-10 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવા માંગે છે. આ સિવાય તે ઝારખંડની 7, પંજાબની 6, દિલ્હીની 3 સીટ, તમિલનાડુની 8 સીટ, કેરળની 16 સીટ અને જમ્મુ-કાશ્મીરની 2 સીટ પર ચૂંટણી લડવા માંગે છે. જોકે આ તમામ રાજ્યોના પ્રાદેશિક પક્ષો આ વાત સાથે સહમત નહીં થાય. આવી સ્થિતિમાં ટકરાવ વધશે. સ્વાભાવિક છે કે વિપક્ષી દળોની આ મુલાકાત બાદ વડા પ્રધાન મોદી સામે આગામી ચૂંટણીમાં નેતાનો ચહેરો કોણ હશે એ અંગે સવાલ કરાઈ રહ્યા હતા.
જોકે, આ અંગે ખડગેએ ‘જવાબ આપવાનું ટાળ્યું’ હતું. અગાઉ ખડગેએ જણાવ્યું હતું કે, “કૉંગ્રેસને વડા પ્રધાનપદ કે સત્તામાં કોઈ રસ નથી.” ઘણાને લાગે છે કે વિપક્ષનાં દળોમાં નેતૃત્વ કે વડા પ્રધાનપદ માટે કહેવાતા ઝઘડાને કારણે NDA વિરુદ્ધ પડકાર ઊભો કરવા માગતાં દળોના ગઠબંધનને કમજોર બનાવી શકે છે.સાથે સ આ ચૂંટણીમાં મોદી વિરુદ્ધ મોદીની હશે. એટલે કે મોદી સમર્થકો અને મોદી વિરોધીઓ વચ્ચે હશે.
તેઓ હાલ મોદી સામે પોતાના કોઈ નેતાનું નામ નથી સૂચવ્યું.” “UPA ગત વખતે 17 પક્ષોને સાથે લાવવાની કોશિશ કરી રહ્યું હતું. આ વખત તેઓ વધુ પક્ષોને સાથે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કૉંગ્રેસ આ વખત નેતૃત્વના દાવાને લઈને સતર્ક વલણ અપનાવી રહી છે. તેઓ વિપક્ષનાં દળોના નેતૃત્વનો દાવો નથી કરી રહી. તેનું કહેવું છેકે વડા પ્રધાનપદના ઉમેદવારનું નામ પાર્ટીઓ દ્વારા જિતાયેલી બેઠકોના આધાર નક્કી કરાશે.”
નોંધનીય છે કે INDIAમાં 26 વિપક્ષી દળો ગઠબંધનમાં હશે. આમાં કૉંગ્રેસ, ટીએમસી, ડીએમકી, આપ, જદ (યુ) આરજેડી, જેએમએમ, એનસીપી (શરદ પવાર), શિવસેના (યુબીટી), સમાજવાદી પાર્ટી, નેશનલ કૉન્ફરન્સ, પીડીપી, સીપીએમ, સીપીઆઇ, આરએલડી, એમડીએમકે, કોંગુનાડુ મક્કલ દેસિયા કાચ્છી (કેએમડીકે), વીસીકે, આરએસપી, સીપીઆઇ-એમએલ (લિબરેશન), ફૉરવર્ડ બ્લૉક, આઇયુએમએલ, કેરાલા કૉંગ્રેસ (જોસેફ), કેરાલા કૉંગ્રેસ (મણિ), અપના દળ (કામેરાવાદી) અને મનીથનેયા મક્કલ કાચ્છી (એમએમકે) સામેલ છે. INDIAની જાહેરાત બાદ વિરોધ પક્ષના નેતાઓએ આ પ્રયાસ અંગે જુદી જુદી પ્રતિક્રિયા આપી હતી.
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ NDA દ્વારા સાથી દળોનો સહકાર મેળવવાના પ્રયાસ શરૂ કરાયાની વાતને ‘વિરોધપક્ષની વધતી જતી તાકત સામે વડા પ્રધાનના ભયનું’ સૂચક ગણાવ્યું હતું. આટલી કપરી સ્થિતિમાં આ સંઘ કાશી એ પહોંચે એવું લાગતું નથી. કારણ કે જ્યાંથી સત્તા નો રસ્તો પસાર થાય છે તે ઉત્તર પ્રદેશમાં જ તાલમેલ થતો નથી.