સુરત : આજે સવારે મગદલ્લાના દરિયામાં મોટી દુર્ઘટના ટળી છે. અહીં કોલસો ભરેલી બોટ પલટી ગઈ હતી જેના પગલે અંધાધૂંધી મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં 6 શ્રમિકોનો આબાદ બચાવ થયો છે. તમામ લોકોએ પાણીમાં કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો. આસપાસની બોટનાં ચાલકોએ તાત્કાલિક પહોંચી મદદ કરી. હતી. તમામ શ્રમિકોનું અન્ય બોટમાં બેસાડી રેસ્ક્યુ કરવામાં આવ્યું. વિદેશથી આવેલો કોલસો ટ્રાન્સફર કરતા સમયે દુર્ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે.