વડોદરા : આગામી દિવસોમાં જેઇઇની પરીક્ષા આવી રહી છે જેની પરીક્ષા લેવા માટેનું એક કેન્દ્ર અટલાદરાનું સ્ટેકવાઇઝ કોચિંગ સેન્ટર ફાળવ્યું હતું. પરંતુ હાલમાં કોચિંગ ક્લાસ સીલ હોવાના કારણે વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા હતા.જેઇઇની પરીક્ષા વિદ્યાર્થીઓ સ્ટેકવાઇઝ ટેકનોલોજી કેન્દ્ર્ પોતાના નંબર જોવા માટે આવતા હોય છે. પરંતુ ક્લાસ સીલ હોવાથી વિલા મોઢે પરત જવું પડે છે. પરંતુ નેશનલ ટેકલોજી દ્વારા કોચિંગ ક્લાસનું સેન્ટર બદલીને હરણી રોડ પર એક એસોસિએટને પરીક્ષાનું કેન્દ્ર બનાવ્યું હોવાની જાણવા મળ્યું છે.
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા 29 જાન્યુઆરીએ યોજાવાની હતી. પરંતુ તે પહેલા ઓડિશાના જીત નાયક ઉર્પે શ્રદ્ધાકર સહદેવ નુહાએ હૈદરાબાદની એ એકલ હાઇ ટેક પ્રેસમાં નોકરી કરતો હતો.ત્યાંથી રૂપિયાના લોભિયાની લાલચમાં પેપર લઇ આવ્યો હતો ત્યાર તેણે ઓડિશા ખાતે ક્લાસીસ ચલાવતા તેના મિત્ર સરોજ કર્યો હતો બાદમાં આમ ઓડિશાની પેપરને લઇને ચાલેલી ટ્રેન વડોદરમાં સ્ટોપ લીધું હતું. અહિયા લોભિયા તત્વો દ્વારા રૂપિયાની શોર્ટ કર્ટ રીતે કમાઇ લેવાની લ્યાહમાં પેપર લિક કરવાનું ષડયંત્ર રચ્યું હતું.
જેમાં પેપરનો સોદો કરવા માટે પરીક્ષાઓનો કોન્ટેક કરવાના પરંતુ એટીએસની ટીમે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા એસઓજીની ટીમને સાથે માંજલપુરના સ્ટેક વાઇઝ ટેકલોજીસની ઓફિસમાં દરોડો પાડીને પેપર લિક કરવાના ભેજાબાજોના કૌભાંડ પર પાણી ફેરવી દીધુ હતું. જે તમામ 15 આરોપીની ધરપકડ કરી 11 દિવસના રિમાન્ડ કર્યા હતા. સોમવારે એટીએસની ટીમે આરોપીને રાખીને અટલાદરાના સ્ટેકવાઇઝ ટેકનોલોજી તપાસ કરી બે રજિસ્ટર્ડ અને એક હાર્ડડિસ્ક પણ સાથે લઇ ગયા હતા. જાણવા મળતી માહિતી મુજબ તાજેતરમાં jeeની પરીક્ષા યોજાવાની છે ત્યારે સ્ટેકવાઇઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસ પરીક્ષાનું કેન્દ્ર ફાળવ્યું હતું. પરંતુ એટીએસ દ્વારા કોચિંગ ક્લાસ સીલ કરાયો હોવાના કારણે jeeની પરીક્ષાના વિદ્યાર્થીઓ મુઝાયા હતા પરંતુ પરીક્ષાના કેન્દ્ર બદલી નાખવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓ માટે હરણી વિસ્તારમાં આવેલું ઝવેર એસોસિએટ કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.