રેલવેએ આજે એના પ્રથમ થ્રી-ટાયર ઈકૉનોમી ક્લાસ કૉચ બહાર પાડ્યા હતા. રેલવે મંત્રાલય આને વિશ્વમાં સૌથી સસ્તા અને શ્રેષ્ઠ એસી મુસાફરી ગણાવે છે. અધિકારીઓએ કહ્યું કે આ કૉચીઝ હાલના એસી થ્રી ટાયર અને નૉન-એસી સ્લીપર ક્લાસની વચ્ચેના છે અને ‘ઈકોનોમિકલ’ છે.
આગામી ટ્રાયલ માટે આ એલએચબી કૉચને આજે કપુરથલાની રેલ કૉચ ફેક્ટરી (આરસીએફ)માંથી લખનૌની રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑર્ગેનાઇઝેશન (આરડીએસઓ)ને મોકલાયા હતા. આરસીએફે આ કૉચની કલ્પના કરી હતી અને ઑક્ટોબર 2020માં યુદ્ધના ધોરણે એની ડિઝાઇન પર કામ શરૂ કર્યું હતું.
બર્થની સંખ્યા 72થી વધારીને 83 કરવામાં આવી હોવાથી નવા કૉચમાં વધુ ઉતારૂ સમાઇ શકે છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે કૉચની ડિઝાઇનમાં ઘણી નવેસરની સજાવટ કરાઇ છે. હાલ બૉર્ડમાં સ્થાપિત હાઇ વૉલ્ટેજ સ્વિચ ગિયર ફ્રેમની અંદર મૂકી દેવાયા છે અને એટલે 11 વધારાના બર્થ ઉમેરીને ઉતારુ ક્ષમતા વધારાઇ છે. ચાલુ અને આગામી નાણા વર્ષમાં આવા 248 કૉચ બનાવવાની યોજના છે. આ મહિનાથી શ્રેણીબદ્ધ ઉત્પાદન શરૂ થશે. સામગ્રીઓ માટે વર્લ્ડ બૅન્ચમાર્ક ઇએન45545-2એચએલ3નું પાલન સુનિશ્ચિત કરતી સુધારેલી ફાયર સેફ્ટી છે.
કૉચની વિશેષતાઓ
દરેક કૉચમાં વધારે પહોળા અને દિવ્યાંગોને માફક આવે એવા એક ટોઇલેટ એન્ટ્રી ડૉર અપાયા છે અને એ નવી પહેલ છે.
ઉતારૂઓની સગવડ માટે ઘણાં ડિઝાઇન સુધારા પણ કરાયા છે જેમ કે દરેક બર્થને વ્યક્તિગત વેન્ટ મળે એ રીતના એસી ડક્ટિંગ. સીટ અને બર્થની મૉડ્યુલર ડિઝાઇન પણ બદલવામાં આવી છે.
આડા-ઊભા બેઉ ભાગમાં નાસ્તાના ફૉલ્ડેબલ ટેબલ છે. પાણીની બૉટલ્સ, મોબાઇલ ફોન અને મૅગેઝિનના હૉલ્ડર છે.
વાગે નહીં એ રીતે સ્પેસ અપાઇ છે. દરેક બર્થમાં સ્ટાન્ડર્ડ સૉકેટની સાથે વ્યક્તિગત રિડિંગ લાઇટ્સ અને મોબાઇલ ચાર્જિંગ પૉઇન્ટ્સ પૂરાં પડાયાં છે.
નવું ફિચર છે- વચલા અને ઉપરના બર્થમાં જવા માટે કારીગરીથી સુધારેલી ડિઝાઇનની સીડી. વચલા અને ઉપરના બર્થ્સમાં હૅડ રૂમ પણ વધારાયો છે.
ઇન્ડિયન અને વૅસ્ટર્ન બેઉ સ્ટાઈલ્સના ટોઇલેટ્સ માટે ડિઝાઇન સુધારાઇ છે. પબ્લિક એડ્રેસ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ પણ સ્થાપિત કરાઇ છે.
દરેક કૉચમાં પરિસરને સૌંદર્ય અને કારીગરીની રીતે ખુશનુમા બનાવાયું છે.
કૉચના ઇન્ટિરિયરને ઝળહળું કરાયું છે, બેઉ બર્થ્સ વચ્ચેનો પૅસેજ પ્રકાશિત છે, બર્થ ઇન્ડિકેટર પ્રકાશિત છે અને નાઈટ લાઇટ્સ સાથે એક કરાયો છે. બર્થ નંબર્સ પણ લાઇટવાળા છે.