National

કો-વિન એપ્લિકેશન માત્ર સંચાલકો માટે, રસીકરણની નોંધણી પોર્ટલ પર થશે : સરકાર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, પ્લે સ્ટોર પરની કો-વિન એપ્લિકેશન માત્ર સંચાલકોના વાપરવા માટે છે. કોરોના રસીકરણ માટે નોંધણી પોર્ટલ દ્વારા કરવામાં આવશે.
મંત્રાલયે ટ્વિટ કરી સ્પષ્ટતા કરી હતી કે, ભારતમાં વરિષ્ઠ નાગરિકો અને 45 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ થઈ ગયું છે.

રસીકરણ માટે નોંધણી અને બુકિંગ કોવિન પોર્ટલ: www.cowin.gov.in દ્વારા કરવામાં આવશે. લાભાર્થીની નોંધણી માટે કોઈ કોવિન એપ નથી. પ્લે સ્ટોર પરની એપ્લિકેશન માત્ર સંચાલકો માટે છે.

સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે, 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુની વય ધરાવતા દરેક વ્યક્તિ 1 માર્ચથી સરકારી સુવિધાઓ પર અને ઘણી ખાનગી હોસ્પિટલોમાં રસી મેળવી શકશે.
નાગરિકો કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ રસીકરણ માટે એપોઇન્ટમેન્ટ અને નોંધણી કરી શકે છે.

નાગરિકો કો-વિન 2.0 પોર્ટલ www.cowin.gov.in અથવા અન્ય આઈટી એપ્લિકેશન જેવા કે આરોગ્ય સેતુ એપ્લિકેશનથી નોંધણી કરાવી શકે છે. તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે, રસીકરણની નોંધણી માટે લાભાર્થીઓ નજીકના સેન્ટર પર જઈને પણ કરાવી શકે છે.
રસીકરણ માટે લાભાર્થીઓ કેન્દ્ર પસંદ કરી શકે છે અને ઉપલબ્ધ સ્લોટ્સના આધારે એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકે છે.

લાભાર્થીએ રસીની નોંધણી માટે આઈડી કાર્ડનો પ્રકાર પસંદ કરવો પડશે અને આઈડી કાર્ડ નંબર પ્રદાન કરવો પડશે. જેમાં, આધારકાર્ડ, વોટિંગકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, એનપીઆર સ્માર્ટ કાર્ડ અથવા પેન્શન દસ્તાવેજ ફોટોગ્રાફનો ઉપયોગ કરી શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top