Charchapatra

સહશિક્ષણ જોખમી બન્યું

પૂર્વે કુમાર શાળાઓ અને કન્યા શાળાઓ અલગ હતી. નિરાંતે બાળકો ગામની નિશાળમાં ભણતાં હતાં. આનંદ કરતાં હતાં. હવે મા-બાપની ચિંતાઓ વધતી જાય છે અને સલામતીના નવા સવાલો ઊભા થતા જાય છે. કન્યાઓને હવે કોલેજ કરવી હતી તો એવી અલગ કોલેજો શરૂ કરાવી અને મહિલા ઉચ્ચ શિક્ષણ હવે સુપેરે ચાલે છે. હવે આધુનિક સમયમાં મુશ્કેલીઓ વધી છે. સ્ત્રીઓ સાથેની છેડછાડ, અત્યાચાર, હેરાનગતી વગેરે વધ્યાં છે. પરિણામે હવે માતા-પિતા ઈચ્છે છે કે સહશિક્ષણમાંથી દીકરીને ઉઠાડી લઇ માત્રને માત્ર અલગ કન્યા શાળા કે મહિલા કોલેજમાં મૂકી દઈએ. નાનાં બાળકોને હવે ગુડ ટચ અને બેડ ટચ જેવી સમજણ આપવી પડે એવો કપરો સમય આવ્યો છે. બાળકોના માનસ પર આની શી અસર પડતી હશે એની કોઈને સમજ પણ નથી અને ચિંતા પણ નથી. સાક્ષરતાની સ્થિતિ પર પણ આની વિપરીત અસર પડી શકે એવો લાંબો વિચાર કરવાની આવશ્યકતા છે.
અડાલજ           – ડંકેશ ઓઝા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top