સુરત: ગુજરાત સરકારનાં GSPC ગ્રુપની કંપની ગુજરાત લિમિટેડએ માર્કેટના આશ્ચર્ય વચ્ચે CNG (કોમ્પ્રેશ્ડ નેચરલ ગેસ)નાં ભાવમાં આજે બુધવારે રાતે 12 વાગ્યા પછી અમલમાં આવે એ રીતે કિલો 1.50 રૂપિયા નો ભાવ વધારો જાહેર કર્યો છે. આ બહવ વધારો 1 જાન્યુઆરી 2025 થી લાગુ પડશે.આ આ અગાઉ કંપની એ ચાલુ મહિને 1 ડિસેમ્બરે 1.50 રૂપિયા ભાવ વધાર્યા હતાં.એના બરાબર 30 દિવસ પછી ફરી 1.50 રૂપિયા ભાવ વધાર્યો છે.
- 2024ના એક જ વર્ષમાં ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં ચોથી વખત વધારો
- સીએનજીમાં 1.50 રૂપિયા વધી ગયા, મંગળવારે મધરાતથી જ અમલ શરૂ
- વાહનચાલકોએ રૂપિયા 77.76 થી વધી કિલોએ રૂપિયા 79.26 ચૂકવવા પડશે
2024 માં ચોથીવાર ગુજરાત ગેસ એ CNGમાં ભાવ વધારો કર્યો છે. કેન્દ્રએ સસ્તા ગેસની સપ્લાય પર કાપ મૂકતાં ગુજરાત ગેસે કિલો CNG નાં ભાવમાં 1.50 રૂપિયા વધાર્યા છે એવું કારણ આપવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતનાં 22 લાખ CNG વાહન માલિકોને આજથી કિલો ગેસ પર 1.50 રૂપિયા ભાવ વધુ ચૂકવવો પાડશે. કારમી મોંઘવારીમાં CNG ગેસનો ભાવ આજે બુધવારે રાતથી 77.76 થી વધી 79.26 રૂપિયા ચૂકવવો પડશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોઈ હોબાળો ન મચે એ માટે આયોજન પૂર્વ ગુજરાત ગેસ કંપની ભાવ વધારી રહી છે.
ક્યારે ક્યારે CNG ગેસનાં ભાવ વધ્યા?
ચાલુ વર્ષે 24 જુલાઈ 2024 એ એક રૂપિયો,1 ઑગસ્ટ માં એક રૂપિયો, 1 ડિસેમ્બરથી 1.50 રૂપિયા અને હવે 1 જાન્યુઆરી 2025 થી 1.50 રૂપિયા વધાર્યા છે.છેલ્લા 6 મહિનામાં 5 રૂપિયા કિલો આ CNG ગેસનાં ભાવમાં વધારો થયો છે.
દક્ષિણ ગુજરાતનાં 6 લાખ ગુજરાતમાં કુલ 22 લાખ વાહન માલિકોને અસર થશે
1 જાન્યુઆરીથી 1.50 રૂપિયા વધી નવો ભાવ 79.26 રૂપિયા થયો છે, એટલે કિલો દિઠ દોઢ રૂપિયા ભાવમાં વધારો થયો છે,ઓટો રીક્ષા, કાર તથા અન્ય વાહનો સહિત દક્ષિણ ગુજરાતમાં 6 લાખ વાહનો ને આ ભાવ વધારાની અસર થશે.જ્યારે ગુજરાતમાં કુલ 22 લાખ વાહન માલિકોને એની અસર થશે. ગુજરાત ગેસના સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 185 CNG સ્ટેશન કાર્યરત છે.6 દાદરા નગર હવેલીમાં ચાલી રહ્યાં છે.
સૌરાષ્ટ્રમાં 221, સેન્ટ્રલ ગુજરાતમાં 112,નોર્થ ગુજરાતમાં 45 સ્ટેશન કાર્યરત છે.”ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (FGPDA) એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, રાજ્યમાં CNG પર ચાલતા સાર્વજનિક પરિવહન બસો અને માલસામાનની ગાડીઓ જેવા કોમર્શિયલ વાહનો મળી લગભગ 12 લાખ CNG વાહનો છે. જેમાં 4 લાખ CNG ઓટોરિક્ષા અને લગભગ 6 લાખ ફોર-વ્હીલરનો સમાવેશ થાય છે.44 જિલ્લાઓમાં વેચાણની માત્રાની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપની છે. કંપની 820 સીએનજી સ્ટેશન ચલાવે છે
વપરાશ વધતા કેન્દ્ર સરકારે સસ્તા ગેસનો પુરવઠો ઓછો કર્યો, ભાવો હજી વધશે
ઓઈલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા મુજબ શિયાળામાં ગેસનો વપરાશ વધતા કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક APM સસ્તા ગેસનો પુરવઠો ઓછો કરતા ભાવો હજી વધશે.સરકારે સસ્તા ગેસનો 50% સુધીનો પુરવઠો ઓછો કર્યો છે.એને લીધે 6.50 ડોલરમાં મળતાં CNG પાછળ ગેસ વિતરક કંપનીઓ 9 થી 10 ડોલર માં ગેસની ખરીદી પડશે.કારણકે ગેસ કંપનીએને સસ્તા ગેસનાં કાપ સામે મોંઘો ગેસ ખરીદવો પડશે.
ગુજરાત ગેસ ભાવ વધારવા ને બદલે કરોડોનો નફો ગ્રાહકોને પાસ ઓન કરે: દર્શન નાયક
ગુજરાત કોંગ્રેસનાં મહામંત્રી દર્શન નાયકે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2024 માં ગુજરાત ગેસ કંપની એ 308.74 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.કંપની કારમી મોંઘવારીમાં ગેસ ભાવ વધારવા ને બદલે કરોડોનો નફો ગ્રાહકોને પાસ ઓન કરે,કારણ કે, માત્ર સુરતમાં ઓટો રીક્ષા અને સ્કૂલ વાહનો મળી એક લાખથી વધુ CNG વાહનો દોડે છે.
ગુજરાત ગેસનાં કોન્સોલિડેટેડ ત્રિમાસિક નંબરો જાહેર થયા હતા એ મુજબ સપ્ટેમ્બર 2024માં રૂ. 3,781.75 કરોડ પર ચોખ્ખું વેચાણ થયું હતું. જે ગત વર્ષે સપ્ટેમ્બર 2023માં 3,845.40 કરોડ થયું હતું. ત્રિમાસિક ચોખ્ખો નફો સપ્ટેમ્બર 2024માં 4.22% વધીને 308.74 કરોડ રૂપિયા નોંધાયો હતો.કે સપ્ટેમ્બર 2023માં 296.25 કરોડ હતો. કંપની એ માર્ચ નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો વધીને 409.5 કરોડ રૂપિયા થઈ ગયો છે. જે ડિસેમ્બર 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 326 કરોડ હતો. કંપનીના નફામાં 25.6 ટકા વધારો નોંધાયો હતો.