ગાંધીનગર : સીએમ ઓફિસમાં (CM Office) ટાઉન વિષયની જવાબદારી વી ડી વાઘેલાને સોંપ્યા બાદ તેમને હટાવી દેવાયા છે. જેના પગલે હવે અમદાવાદ મનપામાં ચીફ સિટી પ્લાનર તરીકે ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત અધિકારી એવા ચૈતન્ય શાહને સીએમ ઓપિસમાં ટાઉન પ્લાનિંગ વિષયની જવાબદારી સોંપીને તેમની ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિમણૂંક કરાઈ છે. વાઘેલા સામે ફરિયાદો મળતા આખરે તેમને હટાવી દેવાયા હતા. ચૈતન્ય શાહે લાંબો સમય સુધી અમદાવાદ મનપામાં ફરજ નિભાવી છે.
સીએમઓમાં ટાઉન પ્લાનીંગની જવાબદારી ચૈતન્ય શાહને સોપાઈ
By
Posted on