ઉત્તરપ્રદેશ: ગોરખપુર મ્યુનિસિપલ કોર્પોરેશને (Gorakhpur Municipal Corporation) સીમાંકનનો ડ્રાફ્ટ ઓર્ડર (Order) જારી કરીને મુસ્લિમ નામોવાળા લગભગ એક ડઝન વોર્ડના (Ward) નામ બદલી નાખવામાં આવ્યા છે. સરકારના આ પગલા સામે સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસે (Congress) આકરી પ્રતિક્રિયા આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વોર્ડના નામ બદલવું એ સીમાંકન કવાયતનો એક ભાગ હતો, જે હેઠળ ગોરખપુરમાં વોર્ડની સંખ્યા 80 થઈ ગઈ છે, જેમાંથી ઘણા નામાંકિત વ્યક્તિઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે લોકો એક સપ્તાહની અંદર તેમની ફરિયાદો નોંધાવી શકે છે અને તેમના નિકાલ પછી સીમાંકનને મંજૂરી આપવામાં આવશે. સમાજવાદી પાર્ટીના નેતા અને ઈસ્માઈલપુરના કોર્પોરેટર શહાબ અન્સારીએ આરોપ લગાવ્યો કે નામ બદલવાનો પ્રયાસ ધ્રુવીકરણનો પ્રયાસ છે. અંસારીએ જણાવ્યું હતું કે પક્ષ આ સંબંધમાં એક બેઠક કરશે અને વાંધો ઉઠાવવા માટે એક પ્રતિનિધિમંડળ સોમવારે જિલ્લા મેજિસ્ટ્રેટને મળશે.
કોંગ્રેસના નેતા તલત અઝીઝે નામ બદલવાની કવાયતને પૈસાની બગાડ ગણાવી હતી. આ કવાયતથી સરકારને શું ફાયદો થશે તે હું સમજવામાં નિષ્ફળ રહ્યો છું, નેતાએ પૂછ્યું હતું. જો કે, મેયર સીતારામ જયસ્વાલે કહ્યું કે નવા નામો ગર્વની લાગણી જગાડે છે. તેમણે કહ્યું કે વોર્ડનું નામ અશફાકુલ્લા ખાન, શિવ સિંહ છેત્રી, બાબા ગંભીર નાથ, બાબા રાઘવદાસ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને મદન મોહન માલવિયા જેવી વ્યક્તિઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ઈલાહી બાગનું નવું નામ હવે બંધુ સિંહ નગર છે.
મ્યુનિસિપલ કમિશનર અવિનાશ સિંહે કહ્યું કે વાંધા એક સપ્તાહની અંદર અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગ, લખનૌને મોકલી શકાશે. તેમણે કહ્યું કે વાંધાઓના નિકાલ બાદ સીમાંકન મંજૂર કરવામાં આવશે. બદલાયેલા નામોમાં મિયા બજાર, મુફ્તીપુર, અલીનગર, તુર્કમાનપુર, ઈસ્માઈલપુર, રસોલપુર, હુમાયુપુર ઉત્તર, ઘોસીપુરવા, દાઉદપુર, જાફરા બજાર, કાઝીપુર ખુર્દ અને ચકસા હુસૈનનો સમાવેશ થાય છે. નાગરિક સંસ્થા દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ઈલાહી બાગ હવે બંધુ સિંહ નગર, ઈસ્માઈલપુરને સાહબગંજ અને જાફરા બજારને આત્મા રામ નગર તરીકે ઓળખવામાં આવશે. જણાવી દઈએ કે ગોરખપુર ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું હોમટાઉન છે.