National

પિતાએ પોતાના એક વર્ષના દીકરાને સ્ટેજ તરફ ફેંક્યો, CM સહિત બધા ઉભા થઈ ગયા, MPની ઘટના

ભોપાલ: મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (CM Shivraj Singh Chouhan) રવિવારે કુશવાહા સમાજના સંમેલનમાં શામેલ થવા માટે સાગર પહોંચ્યા હતા. ત્યારે એક વિચિત્ર ઘટના બની હતી. અહીં ભીડમાં ઊભા રહેલા વ્યક્તિએ પોતાના માસૂમ બાળકને સ્ટેજ તરફ ફેકીં દીધો હતો. તે બાળક થોડે દૂર સુધી હવામાં ફંગોળાઈને નીચે પડી ગયો હતો. આ ઘટનાક્રમના લીધે જાહેર સભામાં હંગામો મચી ગયો હતો. જોકે તાત્કાલિક કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત સુરક્ષાકર્મીઓએ રડતા બાળકને ઊંચકીને તેની માતાને સોંપી દીધો હતો.

માતાએ બાળકને સુરક્ષાકર્મીઓ પાસેથી લઈને પોતાની છાતીથી લગાવી લીધો. આ જોઈને મંચ પર ઉપસ્થિત મુખ્યમંત્રીએ તાત્કાલિક અધિકારીઓને તે મહિલાને થતી મુશ્કેલી જાણવાના આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રીને જણાવવામાં આવ્યું કે બાળકના હૃદયમાં કાણું છે અને ઓપરેશન કરવા માટે આર્થિક મદદની જરૂર છે. તેની જાણ થતાં મુખ્યમંત્રી શિવરાજ સિંહે પીડિત બાળકના માતા-પિતાને આશ્વાસન આપ્યું કે તેમની શક્ય થાય તેટલી મદદ કરવામાં આવશે. મુખ્યમંત્રીના નજીક બેસેલા કલેક્ટર દીપક આર્યને ફરિયાદીના મામલાને સીએમ હાઉસ મોકલવાના આદેશ આપ્યા છે.

મજૂર મુકેશ પટેલ સાગરના કેસલી તાલુકાના સહજપુર ગામનો રહેવાસી છે. તે પત્ની નેહા પટેલ અને માસૂમ બાળકની સાથે મુખ્યમંત્રીની પાસે મદદ માંગવા પહોંચ્યો હતો. જ્યારે મુકેશને મુખ્યમંત્રી શિવરાજ સિંહ પાસે જવાથી રોકવામાં આવ્યો, ત્યારે મુકેશે બાળકને સ્ટેજની સામે લાગેલા બેરિકેટ્સની અંદર ફેકી દીધો હતો. તે સમયે CM શિવરાજ પણ સ્ટેજ પર ઉપસ્થિત હતા. જ્યારે તેમને આ ભયાનક દૃશ્ય જોઉં ત્યારે તરત જ અધિકારીઓને દંપતીની વાત સાંભળવા માટે કહ્યું હતું.

પીડિત પરિવારે જણાવ્યું હતું કે, બાળકના હૃદયમાં કાણું છે. આ વાતની માહિતી જ્યારે બાળક 3 મહિનાનો થયો હતો ત્યારે મળી હતી. હવે તે બાળક 1 વર્ષનો થયો ગયો છે. તેની સારવાર માટે અમે અત્યાર સુધી અંદાજે 4 લાખ રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છે. હવે ડોક્ટરે ઓપરેશન કરવાની સલાહ આપી છે. જેમાં 3.50 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આટલી રકમ ભેગી કરવી અમારા માટે શક્ય નથી.

અમારી ઈચ્છા છે કે અમારા બાળકનું ઓપરેશન થઈ જાય. કોઈ અમારી મદદ નથી કરી રહ્યું. અમને મુખ્યમંત્રીને મળવાથી રોકવામાં આવતું હતું. પોલીસ અમને એક જગ્યાથી બીજા જગ્યાએ મોકલાવી પરેશાન કરી રહ્યા હતા. એટલે જ બાળકને સ્ટેજ તરફ ફેકી દીધો હતો. હવે મુખ્યમંત્રીના કહેવા પર અધિકારીઓએ બોલાવ્યા તો કહ્યું કે, કાલે ફરીથી આવજો ત્યારે તમારી વાત સાંભળીશું.

Most Popular

To Top