Vadodara

CMએ મેરેથોનનો પ્રારંભ કરાવતાં વડોદરા દોડ્યું

વડોદરા: વડોદરા મેરેથોનમાં સહભાગી થયેલા શહેરીજનોનો ઉત્સાહ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવલખી મેદાન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.જ્યાં તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. તેઓ દ્વારા નિર્ધારિત રનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલી સ્વસ્થ ભારતની સંકલ્પના આવી મેરેથોન દ્વારા સાકાર થઇ રહી છે તેમ પણ મુખ્યમંત્રીએ ક્હ્યું હતું. તેમણે આ જ સ્વસ્થ ભારત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ આવનારા દિવસોમાં ગુજરાત અને સમગ્ર દેશમાં વધુ વ્યાપક બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ વડોદરા મેરેથોનની 10મી આવૃત્તિનો ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવ્યો હતો. બેંડની સુરાવલી વચ્ચે મેરેથોન પ્રારંભ થતાંથી સાથે જ મુખ્ય મંચ સામેથી પસાર થઇ રહેલા રમતવીરોએ હર્ષનાદ સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું મુખ્યમંત્રીએ આ દોડવીરોનું ભાવપૂર્વક અભિવાન ઝીલ્યું હતું. વિવિધ શ્રેણીની મેરેથોનનો પ્રારંભ કરાવવાની સાથે તમામ રમતવીરોનું સસ્મીત અભિવાદન ઝીલી મુખ્યમંત્રીએ પોતાના મૃદુ સ્વભાવનો પરિચય આપ્યો હતો. આ પૂર્વે પૂર્ણ મેરેથોન પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવી પોતે પણ મેરેથોનની દોડ લગાવી હતી.

મેરેથોન રૂટ પર ગંદકી જોવા મળતા મળતા દોડવીરોમા કુતુહલ જોવા મળ્યું. આ વખતની મહાદોડ માટે ૬૨ હજાર જેટલા નાગરિકોએ નોંધણી કરાવી હતી દિવ્યાંગોની દોડ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. એસ્થેટિક પગ સાથે પણ કેટલાક રમતવીરો દોડ્યા તો કેટલાક દિવ્યાંગો ટ્રાઇસિકલ, કાંખઘોડી સાથે પણ દોડ્યા હતા. મેરેથોન ના આરંભ વખતે મેયર કેયુર રોકડિયા, મુખ્ય દંડક બાળુ શુક્લ, સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્ય યોગેશ પટેલ, વિજય શાહ, આયોજક સંસ્થાના તેજલ અમીન, સમીર ખેરા, ઉપરાંત કલેક્ટર અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સહિત અધિકારીઓ, અગ્રણી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેરેથોન રૂટ પર ગંદકી જોવા મળતા સ્વચ્છ વડોદરાના ધજાગરા ઉડ્યા
મેરેથોન રૂટ પર ખાસ કરી ને ચાર દરવાજા વિસ્તાર ની લગભગ દરેક પોળો ના નાકે ગંદકી જોવા મળી ન હતી. જયારે લાંબા રૂટ પર પાલિકા એ હટાવેલ દબાણો પૂર્ણ રીતે હટેલા જોવા મળ્યા ન હતા. વડોદરા ના છેવાડે આવેલ સેવાસી પ્રિયા સિનેમા કેનાલ રોડ પરથી દબાણ શાખાએ ઝુંપડા ના દબાણો હટાવ્યા બાદ કેટલા દેશી દારૂ ના વેચાણ કરતા બુટલેગરો એ ફરી પાછો કેનાલ ને અડકી ને લીલા કંતાન બાંધી ને ઘંધો ચાલુ રાખ્યો હતો.

આ રોડ પર બન્ને સાઈડ ગંદકી જોવા મળી હતી. આમ અધિકારીઓ ઓડર્ર આપ્યા પછી સ્થળ નિરીક્ષણ ન કરતા હોવાનું બહાર આવ્યું છે.લગભગ તમામ રૂટ પર જોએ તેવી સફાઈ કામગીરી જોવા મળી ન હતી. જેથી દોડવીરો મા પણ કુતુહલ જોવા મળ્યું હતું કેટલાક દોડવીરો એ ગંદકી જોઈ નાક નું ટેરવું ચડાવતા નજરે પડયા હતા. ન્યાય મંદિર ખજુરી મસ્જિદ,એમજી રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર અને નરસિંહજી ની પોળના નાકે , અને પ્રતાપ મરઘા પોળ ના નાકે કચરા ના ઢગલે ઢગલે જોવા મળ્યા મેરેથોનમાં શહેરીજનોએ ભાગ લેનારોએ આ ગંદકીના ઢગલા જોયા પાલીતાણા સફાઈસેવકોની નિષ્ફળતા.

Most Popular

To Top