ગાંધીનગર: ગઈકાલે ધૂળેટીના (Dhuleti) તહેવારના દિને અમદાવાદ (Ahmedabad) આવી પહોંચેલા ઓસ્ટેલિયના પીએમ (PM) એન્થની અલ્બેનીઝે સાબરમતી ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી. તેમણે આ સાબરમતી આશ્રમ ખાતે 20 કરતાં વધુ સમય વિતાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના પીએમની સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. તેમણે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઓસ્ટ્રલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બેનીઝે ગાંધીજીની સાદગી અને સ્વચ્છતાના વાતાવરણથી પ્રેરિત થયા અને સમગ્ર પરિસરમાં શૂઝ વિના જ અલગ અલગ સ્થાનો પર ફર્યા. ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી ચરખો અને ખાદી અંગે પણ જાણકારી મેળવી હતી.
ગાંધી આશ્રમ ખાતે વિઝિટર બુકમાં તેમણે લખ્યું હતું કે , ગાંધી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવી લેવી એ મારા માટે ગર્વની વાત છે. આજે પણ એમનું જીવન દર્શન અને જીવનના મૂલ્યો વિશ્વને પ્રેરણા આપે છે. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે. ગાંધી આશ્રમ દ્વારા પ્રધાનમંત્રી એન્થની અલ્બેનીઝને ઓસ્ટ્રેલિયાના જ એક સંશોધક દ્વારા ગાંધીજીની મીઠા સત્યાગ્રહ બાબતે લખેલું ધ સોલ્ટ માર્ચ નામનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું અને ચરખાની રેપ્લિકા અપાઈ હતી.