સુરત: (Surat) મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે (CM Rupani) છે, ત્યારે તેમના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રીના હસ્તે બ્રિજસીટીના 115માં બ્રિજ (Pal-umra bridge)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના (Mukhyamantri aawas ojna) નો ડ્રો કરવામાં આવ્યો હતો. દરમિયાન વિજય રૂપાણીએ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ (Congress) ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ત્યારબાદ ખજોદ ખાતે ડાયમંડ બુર્સ (Diamond burs)ની મુલાકાત લીધી હતી. આ સાથે ઉમરા-પાલ બ્રિજ તથા પાલિકાના સુએઝ પ્લાન્ટ સહિતના કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા. કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને જે સહાય આપે છે તે અંગે જે ફુલ પેજ જાહેરાતો આપી તે અંગે કહ્યું કે કેટલાક લોકો માત્ર જાહેરાતો આપી રહ્યા છે પરંતુ અમે ખરા અર્થમાં કામ કરી રહ્યા છે. સાથે જ તેમને ઉમેર્યું હતું કે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર આ બાળકોને અમે મહિને 4000 રૂપિયા આપી રહ્યા છીએ. કોંગ્રેસ દ્વારા ભૂતકાળમાં ઘરનું ઘર આપવાની જાહેરાતો કરીને માત્ર ફોર્મ છપાવીને સંતોષ માની લીધો હતો.
મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહિયાં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે.
જ્યારે અમે વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત અનેક લોકોને આવાસ આપીને પોતાના ઘરનું સપનું સાકાર કર્યું છે. ઉપરાંત વધુ જરૂરિયાતમંદોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ‘ઘરનું ઘર’ મળશે. જેમાં ઉત્રાણ પાવર સ્ટેશનની સામે, મોટા વરાછા ખાતે EWS-II પ્રકારના તમામ આંતરિક સુવિધાઓ સાથેના 520 આવાસો, સુમન આસ્થા એસ્સાર પેટ્રોલ પંપની બાજુમાં, ભીમરાડ ખાતે EWS-II 304 આવાસો, સુમન સંજીવની, મહિલા આઈટીઆઈની બાજુમાં, ભીમરાડ ખાતે EWS-II પ્રકારના 360 આવાસો, સુમન ભાર્ગવ, ભગવાન મહાવીર કોલેજની બાજુમાં, ભરથાણા-વેસુ ખાતે EWS-II પ્રકારના 1148 આવાસો, કતારગામમાં સુમન સારથી, રવજી ફાર્મની બાજુમાં, સિદ્ધિવિનાયક સોસાયટીની બાજુમાં, વેડરોડ ખાતે EWS-II પ્રકારના 203 આવાસો તેમજ વરીયાવમાં સુમન સાધના, શીતલ રેસિડેન્સી પાસે 518 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કતારગામ ઝોન વિસ્તારમાં રૂા.229.80 કરોડના ખર્ચે હયાત સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (155 એમ.એલ.ડી. ક્ષમતાથી 255 એમ.એલ.ડી. ક્ષમતા સુધી) સહિતના તથા રાંદેર ઝોન વિસ્તારમાં રૂ।.189.35 કરોડના ખર્ચે હયાત ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ (100 એમ.એલ.ડી. ક્ષમતાથી 200 એમ.એલ.ડી. ક્ષમતા સુધી) અને જહાંગીરાબાદ સુએઝ પંપીંગ સ્ટેશનના ઇલેકટ્રીકલ-મિકેનીકલ વિસ્તૃતિકરણ સહિતના પ્રકલ્પનું લોકાર્પણ કરાયું હતું.