ગાંધીનગર : ૭૪મું રાજ્યકક્ષાનું પ્રજાસત્તાક પર્વ બોટાદમાં (Botad) યોજાશે. મુખ્ય મંત્રીશ્રી (CM) ભૂપેન્દ્ર પટેલે આ પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોટાદ જિલ્લાને વિશેષ ભેટ આપી હતી. ૭૪મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના યજમાન આ જિલ્લાના સર્વગ્રાહી વિકાસ માટે રાજ્ય સરકારે પાંચ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. રૂા. 2.5 કરોડ આ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા નગરોના વિકાસકામો માટે જિલ્લા કલેક્ટરને ફાળવાશે. ગ્રામ પંચાયતો-ગ્રામીણ વિસ્તારોના વિકાસ કામો માટે રૂા. 2.5 કરોડ જિલ્લા વિકાસ અધિકારીને ફાળવાશે.આવતીકાલે સવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બોટાદમાં ત્રિકોણી ખોડિયાર પાસેના મેદાનમાં (હડદડ) ખાતે ધ્વજવંદન કરાવશે. જયારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રાજકોટ ખાતે, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સુરત ખાતે, ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે, મૂકેશ પટેલ વલસાડ ખાતે અને રાજય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા કચ્છ ખાતે ધ્વજવંદન કરાવશે.
પ્રજાસત્તાક દિને મુખ્યપ્રધાન બોટાદમાં ધ્વજવંદન કરાવશે
By
Posted on