ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ આવતીકાલે પોતાના સેવા દાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કરશે. વર્ષ 2021ના 13 સપ્ટેમ્બરે તેઓએ ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી સતત વિકાસ, સારા શાસન, ઉદ્યોગ અને કલ્યાણના અનેક નિર્ણયો સાથે રાજ્યને નવા શિખરો પર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.
1962માં જન્મેલા ભુપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. મેમનગર પાલિકાના પ્રમુખ, AUDAના ચેરમેન અને ધારાસભ્ય તરીકેની સેવાઓ બાદ 2021માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
ભૂપેન્દ્ર પટેલે હવે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ રેકોર્ડ એટલે પાટીદાર મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સમય સુધી સળંગ શાસન કરવાનો… અત્યાર સુધીમાં ગુજરાતમાં પાટીદાર સમાજના જેટલા મુખ્યમંત્રીઓ થઇ ગયા છે એ આંદોલન, બળવો, અસંતોષ જેવાં કોઇ ને કોઇ કારણોસર ભૂપેન્દ્ર પટેલ જેટલું સળંગ શાસન નથી કરી શક્યા અને પોતાની ટર્મ પણ પૂરી નથી કરી શક્યા.
ભૂપેન્દ્ર પટેલ પહેલા એવા પાટીદાર મુખ્યમંત્રી છે, જેનું નામ મુખ્યમંત્રીની રેસમાં હતું જ નહીં અને તેઓ મુખ્યમંત્રી બની ગયા. આ 13મી સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર પટેલના સળંગ શાસનને 1463 દિવસ થઇ રહ્યા છે.
સશક્ત નેતૃત્વ – મહત્વના નિર્ણયો
- ગેરકાયદે કબજાઓ દૂર કરી લાખો ચોરસ મીટર જમીન મુક્ત કરાવાઈ.
- ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ અપનાવી સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી.
- સામાન્ય જનતાને વીજળીના દરમાં રાહત – તાજેતરમાં 15 પૈસાનો ઘટાડો.
- ખેડૂતોને જમીન વેચાણ-ખરીદી પ્રક્રિયા સરળ મહત્વપૂર્ણ સુધારાઓ.
જનહિતની યોજનાઓ
- 15 લાખથી વધુ આવાસ નિર્માણ.
- ‘મુખમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’નો પ્રારંભ.
- ‘નમો શ્રી’ યોજના હેઠળ માત્ર 1 વર્ષમાં 4 લાખ માતાઓને ₹222 કરોડની સહાય.
- ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી શિક્ષણ સહાય યોજનાઓ.
- PMJAY–MA હેઠળ આરોગ્ય સહાય ₹5 લાખથી વધારી ₹10 લાખ.
- 6500થી વધુ ભરતી મેળાઓ દ્વારા 5 લાખથી વધુ લોકોને રોજગાર.
શુશાસનના પ્રયત્નો
- ‘ગજુરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફૉર ટ્રાન્સફોર્મેશન’ (GRIT) અને ‘GARC’ ની સ્થાપના.
- વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર.
- એક જ ઈમરજન્સી હેલ્પલાઇન નંબર – 112.
- AI આધારિત શૈક્ષણિક અને વહીવટી નવીનતા.
ઉદ્યોગ અને રોકાણ
- સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં 4 મોટા પ્લાન્ટ ગુજરાતમાં આવી રહ્યા છે.
- ગિફ્ટ સિટીમાં AI Excellence Centre અને Fintech Hub.
- 4 વર્ષમાં $20,000 મિલિયનથી વધુનું FDI આકર્ષ્યું.
- ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024’માં 61,000થી વધુ પ્રતિનિધિઓની હાજરી.
સાંસ્કૃતિક અને વૈશ્વિક માન્યતા
- યુનેસ્કો દ્વારા ‘ગિરનાર’ને અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે માન્યતા.
- કચ્છના ધોરડો ગામને “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો ખિતાબ.
- ભુજ ભૂકંપ સ્મારકને UNESCOના શ્રેષ્ઠ મ્યુઝિયમની યાદીમાં સ્થાન.