Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું, ગુજરાત ભાજપમાં નવાજૂનીનાં એંધાણ

ગાંધીનગર: હજુ હમણાં તો પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) બે દિવસ ગુજરાતમાં (Gujarat) રોકાણ કરીને ગયા છે, ત્યાં આજે દિલ્હી (Delhi) દરબારનું તેડું આવતા સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) નવી દિલ્હી પહોચ્યા છે. મુખ્યમંત્રી નવી દિલ્હીમાં પીએમ મોદીને મળે તેવી સંભાવના છે.

  • ગુજરાત ભાજપના અનેક આંતરિક ડખા સપાટી પર આવતાં હાઈકમાન્ડે મામલો હાથમાં લીધો લાગે છે
  • મોદી બે દિવસ ગુજરાતમાં રોકાઈને હજુ ગઈકાલે તો દિલ્હી ગયા

એક વાત સત્ય છે કે ભાજપ હાઈકમાન્ડે ગુજરાતનો મામલો હાથ પર લીધો છે, તેને નકારી નહીં શકાય. અગાઉ પીએમ મોદી સાથે દાદા, પ્રદેશ ભાજપાના અધ્યક્ષ સી આર પાટીલની બેઠક થઈ હતી. જ્યારે સીએમના ચીફ પ્રીન્સીપલ સેક્રેટરી કે કૈલાશનાથનને પણ દિલ્હી બોલાવાયા હતા. આ ઉપરાંત ભાજપ પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરને પણ તેડું આવ્યુ હતું. તે પછી પહેલા જ નોરતે કેન્દ્રિય ગૃહપ્રધાન અમીત શાહે ગાંધીનગરમાં દાદા તથા સી આર પાટીલ સાથે સાડા પાંચ કલાક લાંબી બેઠક કરી હતી. ગઈકાલે જ પીએમ મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાત બાદ પરત ગયા છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હી પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અચાનક દિલ્હીથી તેડું આવ્યું છે. દિલ્હી મુલાકાતનું ચોક્કસ કોઈ કારણ જાણવા મળ્યું નથી. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપનું આંતરિક રાજકારણ પણ સપાટી પર આવ્યું છે. બીજી તરફ કેન્દ્રિય નેતાગીરીની ગુજરાત મુલાકાત પણ વધી ગઈ છે.

Most Popular

To Top