સુરત: વિદેશમાં (Foreign) ક્લાઉનનું (Clown ) નાટક (Play) જોઇને બાળકોને મનોરંજન મળી રહેતું હોય તો આપણા દેશમાં પણ કેમ નહીં તેવા વિચાર સાથે મુળ યુ.પી.નો યુવક શહેરના અલગ-અલગ ગાર્ડનમાં ક્લાઉન (મશ્કરો) બનીને બાળકોને મનોરંજન (Entertainment) પુરૂ પાડી રહ્યો છે.
- યુ.પી.ના યુવકને વિચાર આવ્યો કે વિદેશનું નાટક આપણા દેશના બાળકોને પણ જોવા મળવું જોઇએ
આ વિચારને યુવાને અમલમાં મુક્યો અને સુરત આવી ચોપાટીના બગીચામાં નાટકની શરૂઆત કરી - ઉત્તરપ્રદેશના એન્જિનિયરીંગના સ્ટુડન્ડ મોહમદ આફતાબના ખેલનેે જોવા બાળકો ઉમટી પડ્યા
- સોનેરી કપડા અને ચહેરા પર પણ સોનેરી રંગ લગાડી મોહમદ આફતાબે બાળકોને મનોરંજન પૂરું પાડ્યું
ઉત્તર પ્રદેશમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો મોહમદ આફતાબ શુક્રવારે શહેરના ચોપાટી ગાર્ડનમાં જોવા મળ્યો હતો. સોનેરી કપડા અને ચહેરા ઉપર પણ સોનેરી ચમકદાર કલર લગાડીને બગીચામાં બાળકોને મનોરંજન પુરૂ પાડે છે. ક્લાઉનને જોઇને એક ક્ષણે બાળકોને ડર લાગે છે. તેના પહેરવેશમાં સોનેરી કલરનો શૂટ-બુટ, રાઉન્ડ હેડ કેપ અને હાથમાં લાકડી પણ રાખે છે. સ્ટેચ્યુની જેમ આ મશ્કરો ગાર્ડનમાં કોઇપણ જગ્યાએ સ્થિર થઇને ઉભો રહે છે કે બેસે છે. બાળકો તેની નજીક જાય એટલે મશ્કરો હલન ચલન કરીને બાળકોને ડરાવે છે. આ નાટક બાળકોને ડરની સાથે સાથે રમજી પણ લાગે છે અને ક્લાઉન જે નાટકો કરે છે તે જોઇને બાળકોના ચહેરા ઉપર ખુશી પણ જોવા મળે છે.
મોહમદ આફતાબે જણાવ્યું હતું કે, તે મુળ ઉત્તર પ્રદેશનો વતની છે. સુરતમાં છેલ્લા થોડા સમયથી રહીને ગાર્ડનમાં ક્લાઉનનું નાટક કરે છે. આફતાબનું માનવું છે કે, વિદેશમાં મશ્કરાઓ બાળકોને હસાવીને મનોરંજન પુરૂ પાડવા સાથે આવક પણ મેળવે છે તેવી જ રીતે આપણા દેશમાં પણ બાળકોને ક્લાઉનનું મનોરંજન મળી રહેવું જોઇએ.