ગાંધીનગર,તા.5
સતત વાદળછાયા વાતાવરણા પગલે ગુજરાતમાં સતત ઠંડીમાં રાહત જોવા મલી રહી છે. વાદળછાયા વાતાવરણના કારણે થોડીક ગરમી વધી છે, જયારે ઠંડી ઘટેલી છે. આજે દિવસ દરમ્યાન કચ્છના નલિયામાં 14 ડિગ્રી સે. ઠંડી નોંધાવવા પામી છે. સપ્તાહ દરમ્યાન ઠંડીનો પારો નીચે ગગડી જશે તેવી હવામાન વિભાગની કોઈ આગાહી નથી.આજે દિવસ દરમ્યાન રાજયમાં સરેરાશ 29થી 33 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયુ હતું.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , રાજયમાં આજે અન્ય શહેરો પૈકી ભૂજમાં 17 ડિ.સે.,નલિયામાં 14 ડિ.સે., કંડલા પોર્ટ પર 19 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 16 ડિ.સે.,અમરેલીમાં 17 ડિ.સે., ભાવનગરમાં 20 ડિ.સે.,પોરબંદરમાં 20 ડિ.સે., રાજકોટમાં 19 ડિ.સે., સુરેન્દ્રનગરમા 19 ડિ.સે., મહુવામાં 19 ડિ.સે., કેશોદમાં 18 ડિ.સે.,અમદાવાદમાં 19 ડિ.સે.,ડીસામાં 15 ડિ.સે.,ગાંધીનગરમાં 18 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 18 ડિ.સે.,વડોદરામાં 19 ડિ.સે., સુરતમાં 23 ડિ.સે. અને દમણમાં 20 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.