Gujarat

વાદળછાયા વાાતવરણથી રાજ્યમાં ઠંડી ઘટી, નલિયામાં 12 ડિગ્રી ઠંડી

ગાંધીનગર: વાદળછાયા વાતાવરણા પગલે ગુજરાતમાં હાલમાં ઠંડીમાં રાહત મળી છે. આજે દિવસ દરમ્યાન કચ્છના નલિયામાં 3 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. આજે દિલવસ દરમ્યાન આકાશ વાદળછાયુ રહ્યું હતું. વહેલી સવારે શીતલહેરની અસર જોવા મળી હતી. ચાલુ સપ્તાહ દરમ્યાન રાજયમાં ઠંડીમાં કોઈ મોટો ફેરફાર જોવા મળી રહ્યો નથી.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , રાજયમાં આજે અન્ય શહેરો પૈકી ભૂજમાં 16 ડિ.સે.,નલિયામાં 12 ડિ.સે., કંડલા પોર્ટ પર 18 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 15 ડિ.સે.,અમરેલીમાં 16 ડિ.સે., ભાવનગરમાં 19 ડિ.સે.,પોરબંદરમાં 17 ડિ.સે., રાજકોટમાં 15 ડિ.સે., સુરેન્દ્રનગરમા 17 ડિ.સે., મહુવામાં 18 ડિ.સે., કેશોદમાં 16 ડિ.સે.,અમદાવાદમાં 19 ડિ.સે.,ડીસામાં 16 ડિ.સે.,ગાંધીનગરમાં 18 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 19 ડિ.સે.,વડોદરામાં 20 ડિ.સે., સુરતમાં 19 ડિ.સે. અને દમણમાં 20 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.

Most Popular

To Top