બિહારના રાજકારણમાં નવી હલચલ જોવા મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર વચ્ચે આજ રોજ તા. 17 ઓક્ટોબર શુક્રવારે થયેલી અણધારી મુલાકાતે રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવી દીધો છે. આ મુલાકાતને આવનારી લોકસભા ચૂંટણી 2026 અને રાજ્યની ગઠબંધન રાજનીતિ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
શુક્રવારે 11 વાગ્યાની આસપાસ અમિત શાહ અચાનક પટના સ્થિત નીતિશ કુમારના સત્તાવાર નિવાસસ્થાન 1-એન માર્ગ પર પહોંચ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચે લગભગ 45 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી. આ બેઠકને લઈને કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ રાજકીય સૂત્રો મુજબ વાતચીતમાં ચૂંટણી રણનીતિ, ગઠબંધન સમીકરણો અને રાજ્ય વિકાસ યોજનાઓ પર ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.
તેથી અમિત શાહ અને નીતિશ કુમાર વચ્ચેની આ અચાનક બેઠકને ઘણા લોકો “રાજકીય સંકેત” તરીકે જોઈ રહ્યા છે.
રાજકીય વિશ્લેષકોના મતે નીતિશ કુમાર છેલ્લા કેટલાક વર્ષોમાં વારંવાર ગઠબંધન બદલતા રહ્યા છે. ક્યારે NDA સાથે તો ક્યારે RJD સાથે. તો હવે ફરીથી BJP સાથેની નિકટતા વધારવાના સંકેતો મળી રહ્યા છે.
બેઠક બાદ બન્ને પક્ષો તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન ન આવતાં અટકળો વધુ વધી છે. કેટલાક રાજકીય સૂત્રોનું કહેવું છે કે બેઠક દરમિયાન આગામી ચૂંટણીમાં બેઠક વહેંચણી અને કેન્દ્ર-રાજ્ય સહકારની નવી રૂપરેખા પર પણ ચર્ચા થઈ હશે.
નીતિશ કુમાર સાથેની મુલાકાત પછી ગૃહમંત્રી અમિત શાહ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ છપરાના તરૈયા જવા રવાના થયા. જ્યાં તેઓ એક જાહેર સભાને સંબોધિત કરશે.
હાલ રાજકીય માહોલ ગરમ છે અને આગામી દિવસોમાં BJP–JDU સંબંધો કયા વળાંક લે છે તે જોવાનું રહેશે.