SURAT

કચરાના પુન: ઉપયોગથી માત્ર પર્યાવરણનું રક્ષણ નહીં, પણ ખર્ચમાં પણ બચત થશે

સુરત: રાજ્ય સરકારના ક્લાઇમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટે (Clement Change Department) પંચામૃત-યુવા જાગૃતિના પખવાડિયાના ભાગરૂપે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (VNSGU) કોન્વોકેશન હોલમાં શુક્રવારે સ્ટાર્ટઅપ પેનલ ડિસ્કશન અંતર્ગત વેસ્ટ મેનેજમેન્ટ વિષય પર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બારડોલીના (Bardoli) આસિસ્ટન્ટ કલેક્ટર અને એસડીએ સ્મિત લોઢાએ જણાવ્યું હતું કે, કચરાના પુન: ઉપયોગથી માત્ર પર્યાવરણનું રક્ષણ નહીં થશે, પરંતુ ખર્ચમાં પણ બચત થશે. આપણી ઊર્જા, ઉત્પાદન, ઉત્પાદનનો વપરાશ અને બેજવાબદાર કચરાનું સંચાલન હવામાં કાર્બન-આધારિત કણો ઉમેરીને આબોહવા પરિવર્તનમાં સીધો જ ફાળો આપે છે. જે પેટ્રોલિયમ ઉત્પાદનોને બાળવા દરમિયાન ઉત્પન્ન થાય છે. જેનું પરિણામ છે ગરમ હવા છે. જે વિનાશક ગ્રીનહાઉસ અસર બનાવે છે.

રિસાઇકલિંગ કરીને નવી પ્રોડક્ટ પણ બનાવી શકાય
ગુજરાત સરકારાન ટેક્નિકલ એડ્વાઇઝર શ્વેતલ શાહે જણાવ્યું હતું કે, ક્લાઇમેન્ટ ચેન્જ એક્શન પ્લાનમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાની મુખ્ય વ્યૂહરચના તરીકે સ્ત્રોતમાં ઘટાડો અને રિસાયક્લિંગનો સમાવેશ થાય છે. વાસ્તવમાં યોજનાની 55 વ્યૂરચનામાંથી આપણા મ્યુનિસિપલ ઘન કચરાના 40 ટકા રિસાઇક્લિંગ એ અંદાજિત ગ્રીન ગેસ ઘટાડાના જથ્થાના સંદર્ભમાં ટોચની દસ ક્રિયામાં આવે છે. સ્ત્રોત ઘટાડા કે રિસાઇકલિંગ ધ્યેયને 58 ટકા સુધી સુવર્ધથી ગ્રીનહાઉસ ગેસમાં પણ ઘટાડો થશે. રિસાઇકલિંગ કરીને નવી પ્રોડક્ટ પણ બનાવી શકાય છે. જેમ કે ગાયના છાણથી ખાતર પણ બનાવી શકાય છે.

વેસ્ટ મેનજમેન્ટનાં ત્રણ પાસાં છે એટલે કે રિડ્યુસ, રિયૂઝ અને રિસાઇકલ
ડીસીપી સાગર બગમારે જણાવ્યું હતું કે, વેસ્ટ મેનજમેન્ટનાં ત્રણ પાસાં છે એટલે કે રિડ્યુસ, રિયૂઝ અને રિસાઇકલ. જેને શક્ય હોય એટલી જગ્યાએ અનુસરવા જોઇએ. વેસ્ટ મેનેજમેન્ટની આ સિસ્ટમ મોટે ભાગે પર્યાવરણને અનુકૂળ હોય છે અને લેન્ડફિલ તથા ભસ્મીકરણ જેવા વેસ્ટ મેનેજમેન્ટ પગલાંનો આશરો લેવાનું ટાળવામાં મદદ કરે છે. જે માનવો અને પર્યાવરણ માટે હાનિકારક છે. રિસાઇકલિંગના અસંખ્ય ફાયદા છે. રિસાઇકલિંગ સંસાધનોને પુન: પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. જેનો ઉપયોગ અલગ રીતે કરવા માટે કરી શકાય છે.

પ્લાસ્ટિક, પોલિથિન બેગ અને બોટલ સમુદ્રમાં ભળતા જ દરિયાઈ પ્રાણી ગૂંગળાયને મરે છે
એલએન્ડટીના સીએઓ અને વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, કેટલીક નકામી વસ્તુ જેવી કે પ્લાસ્ટિક, પોલિથીન બેગ, બોટલ અને પાઇપ સરળતાથી વિઘટિત થતી નથી અને તે ઘણાં વર્ષો સુધી લેન્ડફિલ તરીકે ભેગી થઇ શકે છે. કોઈ વખત આવી વસ્તુ સમુદ્રમાં ભેગી થાય છે અને દરિયાઈ પ્રાણી ગૂંગળાયને મરી જાય છે. જેથી પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવો જોઇએ એટલે કે પોલિથીન બેગને બદલે જ્યુટ બેગ અને પેપર સ્ટ્રો સહિતની વસ્તુનો ઉપયોગ થાય તો પછી પર્યાવરણને ફાયદો થશે.

મુસાફરીમાં પાણીની બોટલ ફરી ઉપયોગમાં લેવી તેવી વાપરો
યુનિવર્સિટીના રૂલર સ્ટડીઝ ડિપાર્ટમેન્ટના એચઓડી ડો.વિપુલ સોમાણીએ જણાવ્યું હતું કે, પર્યાવરણને બચાવવું હોય તો મુસાફરીમાં આપણે જે પણ પાણીની બોટલ ઉપયોગમાં લઇએ છીએ તે ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવી લેવી, કરિયાણા સહિતનો સામાન લેવા માટે કાપડની બેગનો ઉપયોગ કરવો, કચરાનો ખાતર બનાવવા ઉપયોગ કરવો અને સેકેન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી કરવાની સાથે વપરાયેલી વસ્તુ દાન કરો. યુનિવર્સિટીના બાયોટેક ડિપાર્ટમેન્ટના એચઓડી ગૌરવ શાહે જણાવ્યું હતું કે, બાયો ફ્યુઅલ વપરાશના ફાયદા અને નુકસાન જૈવિક ગેસનો વપરાશ ટ્રાન્સપોર્ટેશન માટે સાઇકલનો વપરાશ સેનેટરી નેપકિનના નિષ્કર્ષના મશીન જેવા મામલે પણ ચર્ચા કરી હતી.

Most Popular

To Top