રાજસ્થાન કોંગ્રેસમાં પક્ષની આંતરિક સાફસૂફી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં રાહુલ ગાંધીએ, લગ્ન, રેસ અને લંગડા ઘોડાની વાત કરી હતી. એનુ પાલન જાણે રાજસ્થાનથી શરૂ થયું છે. આ સાફસૂફી દેખાવ પૂરતી છે કે વાસ્તવમાં અસરકારક બનશે? એ પ્રશ્નનો જવાબ મળતાં તો વાર લાગવાની પણ આવી શરૂઆત થઇ છે એ જ કોંગ્રેસ માટે મોટી વાત છે. બાકી કોંગ્રેસમાં મોટા ભાગે વાતોનાં વડાં થાય છે અને આખરમાં રાબેતા મુજબ થઇ જાય છે.
રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરાએ રાજસ્થાનમાં ૧૭ બ્લોકના પ્રમુખોને શો કોઝ નોટીસ ફટકારી છે. એ આકરા પાણીએ છે અને બધા પાસેથી સાત દિવસમાં જવાબ માગ્યો છે અને એ પછી જ તેની સામે પગલાં લેવાશે. મહત્ત્વની વાત એ છે કે, આ નોટીસ આપતાં પહેલાં પ્રમુખ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પર કામ થયું છે. કાર્યકર્તાઓની સેન્સ લેવાઈ છે. વન ટુ વન બેઠકો પણ કેટલાક પ્રમુખ કાર્યકર્તા સાથે કરવામાં આવી હતી અને એનો ફીડબેક લીધા બાદ જેમની સામે સવાલો હતા કે અસંતોષ હતો એમને નોટીસ આપવામાં આવી છે અને જવાબ આવ્યા બાદ જેમની નિષ્ક્રિયતા સાબિત થશે એમની સામે સસ્પેન્શન સુધીનાં પગલાં લેવાશે.
કોંગ્રેસનાં વર્તુળો તો એમ કહે છે કે આ તો શરૂઆત છે અને મેસેજ એવો અપાઈ રહ્યો છે કે, કાં તો કોંગ્રેસ માટે દિલથી કામ કરો અથવા આઉટ થઇ જાવ. એનાથીય મહત્ત્વની વાત એ છે કે, રાજસ્થાનનાં ૫૮ હજાર પદાધિકારીઓનો ડેટા બેઝ તૈયાર કરવામાં આવ્યો છે. જમીન પર આ પદાધિકારીઓની સક્રિયતા કેવી છે. કાર્યક્રમોમાં હાજર રહે છે કે કેમ? એમનું ગ્રાસ રૂટ નેટવર્ક કેવું છે, આ બધાની તપાસ થઇ રહી છે. કદાચ કોંગ્રેસમાં આ રીતે પક્ષમાં સાફસૂફી પહેલી વાર થઇ રહી છે. પણ સવાલ આખરે તો એ જ છે કે, આ બધો ક્રિયાકાંડ તો પુરવાર નહિ થાય ને?
બીજું કે, રાજસ્થાન જેવું ગુજરાતમાં ક્યારે થશે? કારણ કે અહીં ત્રણ દાયકાથી સત્તા બહાર છે અને એટલે કાર્યકર્તાઓ નિરાશ અને હતાશ છે. મહાત્ત્વાકાંક્ષી લોકો પક્ષ છોડી ભાજપમાં જઈ રહ્યા છે અને આપે કોંગ્રેસને સમારકામ ના થાય એવું નુકસાન કરી દીધું છે. આ સ્થિતિમાં કોંગ્રેસને પુનર્જીવિત કરવાનો પડકાર છે. એવું થશે? આ પ્રશ્ન બહુ અણિયાળો છે. રાહુલ ગાંધી અહીં આવ્યા હતા અને કડવાં પ્રવચનો કરેલાં. લગ્નનો ,રેસનો ઘોડો અને છેલ્લે એમણે લંગડા ઘોડાની વાત કરી. એને ઓળખી લેવા અને એમને આઉટ કરવા એવી નીતિ તો છે. પણ ગુજરાત કોંગ્રેસમાં જેટલા નેતા એટલા ચોકા છે.
એટલી હારો ખમ્યા પછી પણ ભાન આવ્યું નથી અને આખી કોંગ્રેસને બેઠી કરે કે એવા પ્રયત્નો કરે એવા કોઈ નેતા દેખાતા નથી અને દેખાવાનું શરૂ કરે ત્યાં તો એ ભાજપમાં ચાલ્યા જાય છે. નિદાન તો થઇ ગયું છે અને સારવારથી કામ થવાનું નથી. અત્યારે આવેલા કોરોના વાઈરસ જેવો કોંગ્રેસનો રોગ હળવો નથી. સામાન્ય દવાઓથી કામ પતવાનું નથી. વાઢકાપ કરવો પડે છે. જટિલ સર્જરી છે અને એ માટે સુપર સ્પેશ્યાલિસ્ટની જરૂર છે. શું એ રાહુલ છે કે એની સાથેના નેતાઓ છે? કોંગ્રેસમાં અને કોંગ્રેસ સામે સવાલો જ સવાલો છે અને જવાબ કોંગ્રેસને જ નહિ, કોઈને મળતા નથી.
રાજસ્થાનનો કિસ્સો બધા નેતાઓ માટે દાખલારૂપ
રાજસ્થાનની જયપુર જિલ્લા અદાલતે એક ચુકાદો આપ્યો છે અને એમાં કોંગ્રેસના બે ધારાસભ્યો સીટ નવ નેતાઓને એક એક વર્ષની સજા ફરમાવી છે. શા માટે? ૧૧ વર્ષ જુનો કેસ છે. ૧૩ ઓગસ્ટ ૨૦૧૪ના જયપુર યુનિવર્સિટીના ગેટ બહાર ભાજપ સામે વિદ્યાર્થીઓ અને યુવાઓ આંદોલન કરતા હતા અને એમાં બે ધારસભ્યો મુકેશ ભાકર અને મનીષ યાદવ સહિતના નેતાઓ જોડાયા હતા અને પૂરી ૨૦ મિનિટ ટ્રાફિક જામ થયો હતો. આ કેસ ચાલ્યો અને કોર્ટે આ માટે સજા ફરમાવી છે. અલબત્ત કોઈ જેલમાં જવાનું નથી, અપીલની છૂટ અપાઈ છે. કેસ ચાલ્યા કરશે.
પણ આ ચુકાદો બધા પક્ષના નેતાઓ અને મંત્રીઓએ કાને ધરવા જેવો છે. દાખલારૂપ ચુકાદો છે. નેતાઓ કોઈ પણ સરઘસ કે રેલી કે સભા કરે ત્યારે લોકોને બહુ પરેશાની થાય છે. મુખ્યમંત્રી કે વડા પ્રધાનનો કાર્યક્રમ હોય તો વધુ પરેશાની. કલાકો સુધી રસ્તાઓ બંધ કરવામાં આવે છે. ડાઈવર્ટ કરવામાં આવે છે. લોકોની આમેય સમસ્યા કાંઈ ઓછી નથી. એમાં આવા કાર્યક્રમો કે મુલાકાતો ઉમેરો કરે છે. આવા સરકારી કે પક્ષીય કાર્યક્રમોમાં લોકોની પરેશાનીની ખેવના કદી કરાતી નથી. ડૉ. અબ્દુલ કલામ યાદ આવે છે.
એમણે જોયું કે, એમના કાર્યક્રમના કારણે, એમના કાફલાને કારણે લોકોને મુશ્કેલી થાય છે. રાષ્ટ્રપતિ હોવાના કારણે પ્રોટોકોલ હોય છે. એટલે એમણે એવો સમય પસંદ કર્યો જ્યારે ટ્રાફિક ઓછો હોય અને લોકોને પરેશાની ઓછી થાય. બધા નેતાઓ અને પક્ષો આવું કેમ વિચારતા નથી? તમારા પક્ષીય હેતુ માટે લોકો શા માટે પરેશાની ભોગવે? રાજસ્થાન કોર્ટનો ચુકાદો બધે લાગુ કરવો જોઈએ. એકાદ બે દાખલા બેસે તો જ આ નેતાઓ સમજશે કે રસ્તાઓ એ જાહેર પરિવહન માટે છે. આંદોલન માટે નહિ, ચક્કા જામ કરવા માટે નહિ..
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.