Charchapatra

આવક પુરાવા વિના 24 કલાકમાં લોન

સુરતમાં પરવટ પાટીયા સીટાડેલ કોમ્પલેક્ષમાં મોટું લોન રેકેટ ઝડપાયું હતું. જેના અનુસંધાનમાં ‘‘લોભિયા હોય તથા ધુતારા ભૂખા નહીં મરે’’ એ કહેવતને સાર્થક કરતા 24 કલાકમાં આવક પુરાવા વિના લોનની લોભામણી યોજનામાં 10 હજાર લોકો શિકાર બન્યાં હતાં. લોન પ્રોસેસિંગ ચાર્જના નામે 799 થી 999 રૂપિયા પડાવતા હતા અને આ જનલુંટેરી યોજના માટે ટેલિકોલર રાખી હતી. આવી લોભામણી લોન અંગે જનતા જાગૃત થાય તે જરૂરી છે.
સુરત     -રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હેલ્થ ટીપ્સ
આજના ફાસ્ટફુડ જમાનામાં સ્વાદિષ્ટ, ચટાકેદાર પીઝા, પાનપૂટી, બર્ગર તથા ઘણી બધી વાનગીઓથી આપણે સૌ તેના ચાહક અને ગ્રાહક બની ગયા છીએ.  પાચનશક્તિને નુકસાનકર્તા બની શકે છે. આથી તંદુરસ્ત જીવન જીવવા  આ ચારનો અમલ કરજો.
પત્રમ: લીલા પાન-ભાજીઓ-પાલક વિ.નો ઉપયોગ વધુ કરો.
પુષ્પમ: શાકભાજીમાં ફલાવર, કોબીચ ત્થા ટામેટાનો વિશેષ ઉપયોગ કરી
ઘરે જ વાનગીઓ બનાવવાનો આગ્રહ રાખો. ઓન લાઈન ફુડનો ઉપયોગ ઓછો રાખો.
ફલમ: ફળોમાં સફરજન, સંતરાં, ચીકુ, દાડમ વિ.નો રોજિંદા ફુડમાં ઉમેરો.
પપૈમ: પાણી પુષ્કળ પ્રમાણમાં પીઓ. જે વડે બંધકોશ, કિડની સ્ટોન, ડીહાઈડ્રેશન જેવી બિમારીથી દૂર રહી શકાય.
રાંદેર, સુરત – દીપક બી. દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top