Vadodara

ડાકોરમાં મંદિરમાં દર્શન મુદ્દે કર્મી સાથે ઝપાઝપી

ડાકોર તા 5
યાત્રાધામ ડાકોરમાં લાખોની સંખ્યામાં દર્શનાથે ભાવિક ભક્તો આવે છે. ત્યારે સામાન્ય ભીડભાડ રહે છે. તો ક્યારેક દર્શન માટે સામાન્ય બોલચાલની ઘટના બને છે. પરંતુ રવિવારના રોજ વડોદરાના બે ભક્તો દ્વારા ડાકોર ટેમ્પલ મંદિરના કર્મચારી ને જ દર્શન માટે અયોગ્ય રીતે પ્રવેશની બાબતને કારણે ઝપાઝપી થઇ હતી. મંદિરમાં કર્મચારીને માર મારવાનો મામલો ડાકોર પોલીસ મથકે પહોંચ્યો હતો
યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં દર્શનાર્થે આવતા મંદિરના નિયમોનું ઉલ્લંઘન કરીને મહિલાની જાળીમાં પુરુષએ જવાનો આગ્રહ રાખતા પુરુષને કર્મચારી દ્વારા રોકવામાં આવતા પુરુષએ કર્મચારી સાથે મારા મારી તેમજ ઝપાઝપી કરી હતી.
આ બનાવના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે .આ સમગ્ર બનાવની માહિતી મંદિરના મેનેજર પાસે પહોંચડાઈ હતી. બાદમાં સીસીટીવી તપાસ કરતા બન્ને વ્યકિતઓ વડોદરાના રહીશ હોવાનું જણાયું હતું. જોકે વડોદરાના ઝપાઝપી કરનારના પરિવારે માફી માગી હતી. અને હવેથી આવી ભૂલ નહી થાય બાંહેધરી આપી હતી. એકંદરે થોડાક જ સમયમાં મામલો થાળે પાડી દેવાયો હતો. અલબત્ત, આ બનાવ ડાકોર મંદિર પરિસરમાં ચર્ચાનો વિષય બન્યો હતો

Most Popular

To Top