National

કાશ્મીરના ઉરીમાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ, બે આતંકી ઠાર

બારામુલ્લા: ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરીના ગોહલાન વિસ્તારમાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળોએ ઉરી સેક્ટરમાં એલઓસી પાસે બે આતંકીઓને ઠાર કર્યા છે.

આ એન્કાઉન્ટરના ત્રણ દિવસ પહેલા ગઈ તા. 19 જૂને ઉત્તર કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. તે એન્કાઉન્ટરમાં પણ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક ટોચના પોલીસ અધિકારીએ કહ્યું હતું કે સુરક્ષા દળોએ હદીપોરામાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જેમની ઓળખ હજુ થઈ નથી.

આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ રવિવારે રાત્રે જિલ્લાના અરગામ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું ત્યારબાદ ફાયરિંગ કર્યું હતું. અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કર્યા પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું.

આ મહિને 9 જૂને આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં તીર્થયાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલો 9 જૂને સાંજે 6.15 વાગ્યાની આસપાસ થયો હતો. ઓચિંતો છાપો મારીને બેઠેલા આતંકવાદીઓએ બસ પર ફાયરિંગ કર્યું હતું, જે બાદ બસ કાબૂ બહાર ગઈ હતી અને ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. બસ પર હુમલો કરનાર આતંકવાદીઓ પહાડી વિસ્તારમાં છુપાયા હતા.

Most Popular

To Top