Charchapatra

બંધ ઘરોમાં થતી ચોરી અંગે સ્પષ્ટતા

મારુ 19-11-24ના રોજ પ્રકાશિત ચર્ચાપત્રના સંદર્ભમાં ભરતભાઈ પંડયા એ લોકર સંબંધીત તેમના અનુભવ અને ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં લોકરના ભાડા વધારો તેમજ ત્રણ મહિને એફિડેવિટ કરાવી સરકારી પૈસા ઊભા કરે છે એવો ઉલ્લેખ કર્યો હતો. તેમને સરકારે બેન્કો સાથે આવો અનુભવ થયો હોય પરંતુ હું તેમના ચિંતાજનક વિચારોનું સમાધાન કરતા હું ચોક્કસ પણે જણાવ છું કે સુરતની મહેનત પ્રતિષ્ઠિત કો.ઓપ. બેઠકો છે જયા સુરતના મધ્યમ વર્ગના લોકો લોકરો ધરાવે છે.

અને આવી બેઠકોનું લોકરોનું વાર્ષિક ભાડુ અને ક્રિ-ડીપોઝીટ ખૂબ જ વ્યાજબી અને બજેટમાં હોય છે જ્યા વારંવાર ભાડા વધારાની કે એફિડેવિટની સમસ્યાઓ ઉદભવતી નથી. ઉદાહરણરૂપે સુરતની પ્રતિષ્ઠિત અને જૂની સુરત ડી.બેન્કનું લોકર ભાડુ વાર્ષિક 800/- છે અને ડિપોઝીટ પણ ખૂબ જ વ્યાજબી છે પરંતુ શરત એ છે કે એ બેઠકમાં તમારું ખાતુ હોવું જરૂરી છે. ટુંકમાં સુરતની પ્રજા આવી બેઠકોમાં પોતાનું લોકર બોલાવી તેમાં તેમની કિંમતી વસ્તુઓ મૂકીને મુસાફરીનો આનંદ ચિંતામુક્ત થઈ લઈ શકે છે.
સુરત     – રાજુરાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભવ્ય બેરોજગારી
અમને ભવ્ય બેરોજગારી મળી. અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં બેરોજગારીની ધક્કામુક્કી સાહેબ અમારુ 10 બેનોનું ગ્રુપ છે. પ્રથમ અમે એક લાખ ખર્ચીને PTC કર્યુ. સરકારે સ્નાતક ભરતી કરવાની જાહેરાત કરી. અમે બી.એ. કર્યું, અમે એમ.એ કર્યુ, અમે બી.એડ કર્યુ. બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ મળ્યો. TET-TAT સારા માર્કે પાસ કરી. પણ નોકરી ન મળી ખાનગી Eng.(Med.) નોકરી કરી બોર્ડનું પરિણામ 100% મળ્યું. પગાર મળે 8000 રૂ. – રજા પડે તો પગાર કાપી લે. અમારી સાથે ભણેલા-ઓછા ટકા વાળાને નોકરી મળી ગઈ પણ અમે નોકરી મળી ગઈ પણ અમે નોકરી ન મેળવી શક્યા. વેબ સાઈટ પર જાહેરાત જોઈએ. પણ ઓછા ટકાવળાને કેવી રીતે નોકરી. તેનો કોઈ ખુલાસો નહી. આ પત્રને ધ્યાનમાં લેશો તો આભારી થઈશું.
નવસારી           – દક્ષા પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top