સુરતના અડાજણ પાટિયા (adajan patiya) રુટ પર 02 નંબરની બસ 1 કલાક સુધી નહીં આવતા શહેરીજનો (citizen) અકળાયા હતા. જો કે લોકોએ બૂમાબૂમ કરતાં 1 કલાકથી પણ વધુ સમય બાદ બસ આવી ન હતી, અને લોકો દ્વારા કંડકટરને પૂછતા તેના દ્વારા પણ ટ્રાફિક (traffic) હોવાના કારણો સાથે લૂલો બચાવ કરવામાં આવ્યો હતો. ત્યારે લોકો દ્વારા લોકડાઉનને આટ-આટલો સમય થઈ ગયો છતાં ક્યારેય બસ સમય પર આવતી ન હોવાના આક્ષેપ પણ ઉઠવા પામ્યા છે.
સુરતમાં સિટીલિંગ (sitilink)પહેલાથી જ બી.આર.ટી.એસ (brts) અને સિટિબસ (citybus) સેવાનો ઇજારો ધરાવે છે, દરમિયાન ઘણી વખત કોન્ટ્રાકટર પોતાની મનમાની ચલાવે છે, અને યોગ્ય વળતર મળતું હોવા છતાં શહેરીજનો માટે અગવળ ઉભી થતી હોવાના વારંવાર આક્ષેપ (negligence) થતા આવ્યા છે. જેમાં સેન્સર, સીસીટીવીથી લઇ બસો મોડી આવવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં હાલ બસો મોડી (bus late) પડવાને કારણે વિદ્યાર્થીની પરીક્ષામાં હાજરીના ફાંફા પડ્યા છે.
કોલેજમાં એક્ષામ છે અને હું આ બસના કારણે 40 મિનિટ લેટ છું : નિકિતા
કેટલાક વિદ્યાર્થી (stuent) દ્વારા ગુજરાતમિત્રનો સંપર્ક (contact to gujaratmitra.in) કરી સિટીલિંક બસની બેદરકારીની સમગ્ર માહિતી આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ યુનિવર્સીટી (university)માં હાલ માંડ શિક્ષણ સત્ર પાટે ચડ્યું છે અને વિવિધ ડિપાર્ટમેન્ટના પરીક્ષાના સમય ગઠવાયા છે, ત્યાં હવે બસના કારણે વિદ્યાર્થીને હાલાકી થઇ રહી છે. બી.એ અને લો સહિતના 15 વિદ્યાર્થી અડાજણ પાટિયા પર રાહ જોઈ રહ્યા હતા પણ ટાઈમ ટેબલ (time table) મુજબ બસ આવી ન હતી. માટે વિદ્યાર્થીઓ અડધા કલાકથી પણ વધુ મોડા થઇ ગયા હતા, અને તેમનું કહેવું કે છે કે સિટીલિંક ના ટોલ ફ્રી નંબર (1800-233-0233) પર ફોન કર્યો તો એવો જવાબ આપ્યો કે 10 મિનિટ માં બસ આવી જશે પણ એ ૩૦ મિનિટ પછી આવે છે..
મારા સગા સિવિલમાં એડમિટ છે પણ આ બસ ક્યારે આવશે ખબર નઈ : નંદન કાકા
એક વૃદ્ધ વ્યક્તિ કોઈક ઊંડી મૂંઝવણમાં હતા અને તેમને કોઈએ પૂછ્યું તો કહ્યું કે મારુ મગજ કામ નથી કરતું કે શું કરવું મારા સગા સિવિલમાં એડમિટ છે અને મને ત્યાં પહોંચી તેમના હાલ પૂછવાની ઉતાવળ છે. પણ આ બસ ક્યારે આવશે ખબર નઈ.
અહીં ઉલ્લેખનીય છે કે મોડે મોડે બસ આવી તો લોકો પોતાના લક્ષ્ય પર પહોંચવા ચડી તો ગયા પણ કન્ડક્ટરને પૂછ્યું તો તેણે પણ બહાના કાઢીને પોતાનો લૂલો બચાવ કર્યો હતો, અને કહયુ કે અમે તો રડી જ હોય છે આ સિટીલિંકના કોન્ટ્રાકટરની ભૂલ છે. કે ખરવરનગર પાસે ટ્રાફિક છે પણ અમને કોઈ જાણ કરવામાં આવતી નથી.