Charchapatra

સુરત મેળાનું શહેર

સુરત: સિટી ઓફ ડાયમંડ, સિટી ઓફ સિલ્ક, સિટી ઓફ ટેક્સટાઈલ, સિટી ઓફ બ્રિજ, હવે સિટી ઓફ ફન-ફેર. તાજેતરમાં ગુજરાત સરકાર આયોજીત ‘સરસ મેળો સંપન્ન થયો, જેમાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાંથી પ્રદર્શીત, ગૃહોપયોગી વસ્તુઓ, સુશોભીત તોરણો, પર્સ તથા અથાણાં વિગેરેની રેસિપી, લાકડાકામની કારીગરીની આકર્ષક વસ્તુઓ, તૈયાર ડ્રેસ વગેરે. આ અભિયાન થકી, ગ્રામ્ય પ્રજાજનોને તેમની કુશળ કળા, પ્રદર્શીત તથા વેચાણથી તેમને રોજી-રોટી તથા નાણાંકીય રીતે આત્મનિર્ભર થવાનું અનોખું પ્લેટફોર્મ પુરુ પાડી રહી છે. આજ પ્રકારનો બીજો મેળો ‘ગરવી ગુજરાત’ પણ હાલમાં ચાલે છે, જે દ્વારા કલાકારોને તેમની કળાને ઉજાગર કરવા તક સાથે કમાણી પણ મળે છે અને બીજી વિશેષમાં માર્કેટમાં નાણાંનો પ્રવાહને વેગ મળે છે, જે આપણી ઈકોનોમી માટે આશીર્વાદરૂપ નીવડે છે. આ ઉપરાંત આ પ્રકારના મેળામાં સાંજે સાંસ્કૃતિક-સંગીતનો  કાર્યક્રમ પણ યોજાય છે અને સાથે સ્વાદિષ્ટ ફૂડકોર્ટ તો ખરાં જ! આમ ફેમેલી સાથે ગેટ-ટુ-ગેધર પણ ઉજવી શકાય છે.
સુરત     – દિપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

તિર્થયાત્રા કે પ્રવાસ
પહેલાના વખતમાં તિર્થસ્થાન પદયાત્રાથી જવામાં આવતું, તિર્થયાત્રા માટે ગયેલી વ્યક્તિ જીવતી પાછી આવે તો નશીબદાર એવી માન્યતા હતી. પછી ધીરે ધીરે બસ-ટ્રેન, પ્રાઈવેટ વાહનો વિગેરેની સગવડો થવાથી એ બધું સરળ બની ગયું. અને હવે તો હેલિકોપ્ટરની સેવાને લીધે ખુબ સગવડ ભર્યું બનતું જાય છે. પરંતુ હવે એ યાત્રાને બદલે પ્રવાસ, પિકનીક જેવુ બનતું જાય છે. એ સ્થળોની પવિત્રતા અને માહાત્મય હવે ઓછા થતા જાય છે. કુંભમેળામાં પણ કેટલા એ લોકો નાના બાળકોને લઈને ગયા હતા, જેટલા પ્રવાસીઓ આવશે તેટલા સગવડના સાધનો વધશે. ગેરકાયદેસર બાંધકામો પણ બનશે અને કોઈ મોટી હોનરતો પણ થઈ શકે છે. આજે અયોધ્યામાં રામમંદિર તથા કાશી કોરિડોરને બનવાને લીધે હજારોની સંખ્યામાં લોકો જાય છે. પણ આ બધું નર્યું કોમર્શિયલ બની ગયું. એમાં પ્રાણતત્વ ક્યાં!
સુરત     – પલ્લવી ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top