SURAT

VIDEO: જહાંગીરપુરા બ્રિજ નજીક સિટી બસ વરસાદી ખાડામાં ફસાઈ

સુરતઃ શહેરના મોટા ભાગના રસ્તાઓ પર વરસાદના લીધે મોટા મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓનું સમયસર સમારકામ કરવામાં આવ્યું ન હોવાના લીધે તે ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા છે. આ ખાડા અને ખાબોચિયાઓમાં વાહન ચલાવવા મુશ્કેલ બની રહ્યાં હોય શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે આજે શનિવારે શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવા જ એક ખાડામાં સિટી બસ ફસાઈ ગઈ હોવાની ઘટના બની છે.

સુરતમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓની આસપાસ ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે ખાડામાં પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકો થાપ ખાઈ જતાં હોવાનું સામે આવ્યું છે. જ્હાંગીરપુરા બ્રિજ નજીક સિટી બસ રોડની સાઈડમાં ઉતાર્યા બાદ બસ ફસાઈ ગઈ હતી.

જહાંગીરપૂરા બ્રિજ નજીક રોડની બાજુમાં પાણીનો મસમોટો ખાડો ભરાયેલો છે. ખાબોચિયા જેવા દેખાતા ખાડામાં પાણીની નીચેની માટી પોચી અને ચીકણી થઈ ગઈ છે. જેથી રોડની નીચે બસને રિવર્સમાં વાળવાનો પ્રયત્ન કરતાં ડ્રાઈવરને આગળની ટાયર ફસાઈ ગયા હોવાથી નવનેજા પાણી ઉતરી ગયા હતાં.

ડ્રાઈવરે સિટી બસ ખાડામાં ફસાઈ હોવાથી તેને બહાર કાઢવા માટે અનેક પ્રયત્નો કર્યા હતાં. જો કે, બસ બહાર નીકળવાનું નામ નહોતી લેતી. જેથી આખરે થાકી હારીને ડ્રાઈવર નીચે ઉતરી ગયો હતો. બાદમાં અન્ય વાહન મારફતે બસને બહાર કાઢવા પ્રયત્ન કરાયા હતાં. સાયણ હજીરા હાઇવે પર ખાડામાં સિટી બસ ફસાઈ હોવાથી લોકોએ કહ્યુ કે, પાલિકા ટાયર પણ બસના ન બદલતી હોવાથી આ પ્રકારની ઘટના સર્જાઈ છે.

Most Popular

To Top