વડોદરા : વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનને કારણે એક દિવસ માટે એસટી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાતા અનેક મુસાફરો અટવાઈ ગયા હતા.જોકે સોમવારથી રાબેતા મુજબ બસ સેવા શરૂ થઈ જશે. વડોદરક શહેરમાં ગણેશ વિસર્જનને લઈને શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામાં ના અનુસંધાને રવિવારે સીટી બસ સર્વિસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જેને પગલે શહેરના તમામ રૂટોની બસ સેવાઓ બંધ કરી હતી.જેના કારણે મુસાફરો અટવાયા હતા.અને રીક્ષા મારફતે મુસાફરી કરવી પડી હતી.
શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીનું વિસર્જન પાર પડે તે માટે શહેરના 10 મુખ્યમાર્ગો પર નો પાર્કિંગ ઝોન અને 34 રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.ભારદારી વાહનો માટે પણ 10 રસ્તાઓ પર પ્રવેશબંધી લાગુ કરવામાં આવી હતી.આ જાહેરનામું રવિવારે સવારે 9 કલાકથી ગણેશ વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે હોવાનું જણાવાયું હતું.સાથે સાથે સર્વપ્રથમ વખત વિસર્જનના દિવસે સિટી બસના તમામ રૂટ બંધ કરાતા બસના પૈડાં થંભી જતા મુસાફરો અટવાયા હતા.જોકે સોમવારથી રાબેતા મુજબ બસ સેવા પુનઃ શરૂ થઈ જશે.