રાજકોટ: રાજકોટના(Rajkot) મવડીથી કણકોટ (Kankot) જતા રસ્તા પર અચાનક જ સિટી બસમાં (City Bus) આગ (Fire) લાગવાનો બનાવ બન્યો હતો. જોકે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ થતાં ટળી હતી. સિટી બસમાં કેટલા મુસાફરો સવાર હતા તે હજી સામે આવ્યું નથી. સાથે જ કોઈ જાનહાનિના પણ સમાચાર સામે આવ્યા નથી. ફાયર વિભાગની ગાડી આગ પર કાબૂ મેળવવા પહોંચે તે પહેલા જ સિટી બસના કર્મીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
રાજકોટ શહેરના મવડીથઈ કણકોટ જતા રસ્તા પર જ અચાનક જ સિટી બસ સળગવાનો વીડિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રસ્તા પર ઊભી રહેલી બસમાં આગ લાગતા ધીમે ધીમે આગ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. બસને વધુ નુકસાન પહોંચે અને બસ આખી સળગે તે પહેલા જ બસ કર્મી દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરે છે. જો કે સદ્દનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તેમજ બસમાં કેટલા પેસેન્જરો સવાર હતા તે પણ જાણવા મળ્યું નથી. પરંતુ આ ભડ ભડ સળગી રહેલી બસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરી 2022ના રોજ પણ ભક્તિનગર સર્કલ નજીક સિટી બસમાં શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી. અને ત્યાર બાદ મનપા તંત્ર જાગ્યું હોય તેમ તમામ બસમાં સેફટી ઓડિટ માટે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદમાં પણ 25 મુસાફરો ભરેલી બસ BRTS બસ સ્ટેન્ડ પર જ સળહી ઉઠી હતી.
અમદાવાદ (Ahmadabad) BRTS બસ સ્ટેન્ડ (Bus Stand) પર એક બસમાં (Bus) અચાનક આગ (Fire) લાગવાની ઘટના સામે આવી હતી. બસમાં આગ લાગતા જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એન્જિનમાંથી ધુમાડો નીકળતાં જ બસ ડ્રાઈવર દ્વારા પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ BRTS બસ સ્ટેન્ડથી પણ લોકોને દૂર ખસેડવામાં આવ્યા હતા. જોત જોતામાં જ બસમાં આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા.