વડોદરા: જ્યારથી પોસ્ટીંગ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં થઇ છે ત્યારથી જ વિવાદમાં રહેલા કારેલીબાગ પોલીસ સ્ટેશના પીઆઈ દેસાઈ છે કોઈ ઉચ્ચ અધિકારીઓને કેમ આ કારેલીબાગ પીઆઈ દેસાઈની દાદાગીરી કેમ દેખાતી નથી. તે કાયમ માટે કોઈને કોઇપણ રીતે વિવાદમાં જ હોય છે. આજ રોજ જયારે કારેલીબાગ હાથીખાના એપીએમસી ગેટની બહાર આવેલ રામદેવપીરની ચાલીમાં રહેતા સ્થાનિકો દ્વારા એક મિલકતને લઈને લોકો રજૂઆત કરવા ગયા હતા ત્યારે હમેશા વિવાદમાં જ રહેતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈ અને તેમના વહીવટદાર મનોજ પવાર દ્વારા રામદેવપીરની ચાલીના રહીશો પર ગેરવર્તન અને હાથમાં નખ્ખોરિયા મારવાનો આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યો છે.
પી.આઈ દેસાઈ હમેશા વિવાદમાં જ રહે છે પરંતુ કોઈપણ ઉચ્ચ અધિકારીઓને કેમ આ પીઆઈ દેસાઈને અને વહીવટદાર મનોજ પવારને સાચવે છે તે પ્રશ્ન શહેરીજનોને સતાવી રહ્યો છે. અત્યાર સુધી કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ અને વહીવટદાર હમેશા વિવાદમાં રહેલા છે. હાથીખાના એપીએમસી માર્કેટના ગેટની બહાર આવેલ રામદેવ પીરની ચાલીમાં રહેતા લોકો આજ રોજ મિલકતની બાબતને લઈને તે લોકો કારેલીબાગ પોલીસ સ્ટેશને અરજી કરવા ગયા હતા ત્યારે ત્યાં આવેલા કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈ અને વહીવટદાર મનોજ પવાર દ્વારા મહિલાઓ જોડે અભદ્ર ભાષા અને હાથ ચાલાકી કરી હોવાનો રહીશોને આક્ષેપ કરવામાં આવ્યો છે.
વધુમાં રહીશો દ્વારા જણાવ્યું હતું કે જો અમે ખોટું બોલતા હોય તો કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે લગાવેલા કેમેરા ખોલો અને જુઓ આ કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈ અને વહીવટદાર મનોજ પવારની દાદાગીરી આ બન્ને લીધે જ આખું પોલીસ સ્ટેશન બદનામ થય રહ્યું છે તેમ જણાવ્યું હતું અને મળતી માહિતી મુજબ મહિલાઓ જયારે રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે પીઆઈ દેસાઈએ તેમને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને ત્યાં બીજા કામથી આવેલા લોકોને પણ તેમને જેમતેમ બોલી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
જયારે આવી બાંધી મગજ મારી થતી હતી ત્યારે રામદેવ પીરની ચાલીમાં રહેતા રાહુલ ભાઈએ પીઆઈ દેસાઈ અને વહીવટદાર મનોજ પવનો નો વિડીયો બનવતા મનોજ પવાર દ્વારા તેનો મોબાઈલ લેવા માટે મહિલાઓને હાથમાં ન્ખ્ખોરીયા મારિયા હતા અને મહિલાઓ જોડે અભદ્ર વર્તન કર્યું હતું વધુમાં મનોજ પવાર દ્વારા રાહુલભાઈનો મોબાઈલ લઈને પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા અને વિડીયો ડીલીટ માર્યો હતો.
જેથી સ્થાનિકો દ્વારા પોલીસ ભવન ખાતે જઈને પોલીસ કમિશ્નર ડો. સમશેરસિંગને રજૂઆત કરી હતી કે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈ અને મનોજ પવાર સામે એટ્રોસિટી ની ફરિયાદ કરવા આવ્યા છે તેમ જણાવ્યું હતું . અને આક્ષેપ કરતા કહ્યું હતું કે આ પીઆઈ દેસાઈ અને તેમનો વહીવટદાર મનોજ પવાર હમેશા કારેલીબાગની કોઇપણ બાબતને લઈને તે વિવાદમાં જ રહ્યા છે.
તો શું કોઈ ઉચ્ચઅધિકારીઓને આ કારેલીબાગ પીઆઈ દેસાઈ અને વહીવટદાર મનોજ પવારના કારનામાં દેખાતા નથી કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વધુમાં તો કારેલીબાગ પીઆઈ દેસાઈ દ્વારા રજૂઆત કરવા આવેલા બન્ને ઇસમોને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા છે આમ જો કારેલીબાગના રક્ષક જ ભક્ષક બનતા હોય તો આમ પ્રજા કેવી રીતે જીવે તે એક પ્રશ્ન કારેલીબાગના રહીશોને સતાવી રહ્યો છે.