દિવાળી બાદ દેશના અનેક મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે સ્થિતિ કફોડી બની છે. દેશની રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 500 ને પાર નોંધાઈ હતી. કમિશન ફોર ક્વોલિટી મેનેજમેન્ટે દિલ્હી NCR રીજનમાં ‘‘ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન’’ ના પ્રથમ તબક્કા હેઠળ વિવિધ નિયત્રંણ લાવ્યા હતા. જે નીચે મુજબ છે.
– ડસ્ટ (ધૂળના રજકણો), વાહનો અને ઉદ્યોગો દ્વારા ફેલવાતા હવાના પ્રદૂષણને રોકવા વિવિધ પગલાં લેવાશે.
– બાંધકામ અને ઈમારતના તોડકામના દરેક સ્થળે ધૂળના રજકણો(ડસ્ટ) ના હવામાંના ફેલાવવા પર નિયત્રંણ રાખવું પડશે.
– બાંધકામનો જે પ્રોજેક્ટ 500 (પાંચસો) ચોરસ મીટર કરતાં વધું વિસ્તારમાં હશે, ત્યાં ‘‘ડસ્ટ મેનેજમેન્ટ પ્લાન’’ માટે મંજૂરી લેવી પડશે.
– જાહેરમાં કચરો, પાંદડા જેવી ચીજો સળગાવી નહીં શકાય.
– રોડની બાજુમાં ફૂડ સ્ટોલ કે ધંધાકારી રસોડામાં ચૂલા માટે કોલસા કે લાકડા વાપરી નહીં શકાય.
– હોટેલ્સ, રેસ્ટોશં અને જાહેરમાં ખાદ્ય સામગ્રી, વેચનારા – ઓએ માત્ર ઈલેક્ટ્રીસિટી, ગેસ કે સ્વચ્છ ઈંધણથી જ રાંધવું પડશે.
– ડીઝલ જનરેટર્સ અતિઆવશ્યક સેવા સિવાય વાપરી નહીં શકાય.
– વાહનો જાહેવાનું પ્રદૂષણ ફેલાવતા હશે, તો તેઓને દંડ કરાશે.
દિલ્હી ઉપરાંત મુંબઈ, કોલકાતા, લખનઉ વગેરે મોટા શહેરોમાં પણ દિવાળી પછી પ્રદૂષણ વધ્યું હતું માટે આ નિયત્રંણો લાદવાની તાતી જરૂર છે.
પાલનપુર. મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.