National

મોંઢા પર સિગારેટના ડામ દીધા, ખીલીથી આંખ કાઢી લીધી: હેવાનોએ 10 વર્ષના માસૂમની ક્રૂર હત્યા કરી

યુપી : ઉત્તરપ્રદેશના (UP) કાનપુર જિલ્લામાં 10 વર્ષના બાળકની (Child) ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી છે. ખેતરમાંથી બાળકની નગ્ન લાશ, ચહેરા પર સિગરેટના દામ દીધા, નખ કાઢી નાખેલા,એક આંખમાં ખીલી મારવામાં આવી, અને ગળા પાસે બૂટના નિશાન મળી આવ્યા છે. બાળક સાથે થયેલી ક્રૂરતા જોઈને વિસ્તારના લોકો તેમજ મૃતદેહના પંચનામા કરવા આવેલા પોલીસકર્મીઓ પણ ધ્રૂજી ઉઠ્યા હતા. બાળક બે દિવસ પહેલા ગુમ થયું હતું, જેની લાશ મંગળવારે મળી આવી હતી. બાળકની હત્યા કરનારાઓએ તેની આંખ પણ કાઢી નાખી હતી. આંખની નજીક એક ખીલી મળી આવી છે, આશંકા છે કે ખીલી આંખમાં ગઈ હતી અને પછી આંખ કાઢી લેવામાં આવી છે. બાળકના ગળા પાસે બૂટના નિશાન મળી આવ્યા છે. ક્રૂરતા બાદ બાળકની ગરદન બૂટ વડે કચડી નાખવામાં આવે છે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

મૃતદેહ પાસે દારૂની બોટલ મળી, ચહેરા પર સિગરેટના નિશાન
બાળકના મૃતદેહ પાસે બે ગ્લાસ અને દારૂની બોટલ પણ મળી આવી હતી. હત્યારાઓ બે હોવા જોઈએ અને તેઓએ દારૂ પીધા બાદ બાળકને ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાળકના ચહેરા પર સિગરેટ ચાંપી હોવાની નિશાન જોવા મળ્યા છે. હત્યા બાદ બાળકને જમીન પર ઢસડી જવાના નિશાન પણ છે. બાળકના શરીરનો પાછળનો ભાગ કાળો પડી ગયો છે.

બાળક સાથેની બર્બરતાથી SPનું હૃદય કંપી ઊઠ્યું
કાનપુર આઉટરના એસપી અજીત કુમાર સિન્હા કહ્યું કે બાળક સાથે જે પ્રકારની ક્રૂરતા કરવામાં આવી છે તે હત્યારાઓની બાળકો પ્રત્યે નફરત હતી દર્શાવે છે, હત્યારાઓ પકડાશે ત્યાર બાદ જ તથ્યો બહાર આવશે. એસપી અજીત કુમાર સિન્હાએ કહ્યું કે બાળક સાથે કરવામાં આવેલી ક્રૂરતાથી મારું હૃદય પણ ધ્રૂજી ગયું છે.

કાનપુર આઉટર પોલીસની બેદરકારી સામે આવી
આ મામલામાં પોલીસની બેદરકારી પણ સામે આવી રહી છે કારણ કે પરિવારજનોનું કહેવું છે કે બાળક સોમવારથી ગુમ હતો પરિજનોએ બાળકની ગૂમ થવાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ન હતી, અને પરિજનોને બીજા દિવસે આવવા જણાવ્યું હતું જ્યારે બીજા દિવસે બાળકની લાશ મળી આવી હતી.

એસપીએ કહ્યું- બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે પગલાં લેવાશે
આ મામલામાં કાનપુર આઉટરના એસપી અજિત સિન્હાનું કહેવું છે કે બાળકના મોતમાં પોલીસની બેદરકારીની પણ તપાસ કરવામાં આવશે પોસ્ટમોર્ટમમાં જે તથ્યો બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે, પરિવારના સભ્યોની ફરિયાદ પર અત્યાર સુધી અજાણ્યા લોકો સામે હત્યાના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

બાળક સાથે દુષ્કર્મની પણ શક્યતા નોંધાઈ રહી છે
આ બાળક સાથે દુષ્કર્મની પણ આશંકા છે, પરંતુ પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ અમે કંઈક દાવો કરી શકીશું. કાનપુરમાં છેલ્લા કેટલાક મહિનામાં બાળકો વિરુદ્ધ અપરાધમાં ઝડપથી વધારો થયો છે. બે દિવસ પહેલા એક બાળકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું જેની તપાસ હજુ ચાલુ છે.

તંત્ર-મંત્રમાં હત્યાની આશંકા, અઢી વર્ષ પહેલા આ વિસ્તારમાં થઈ હતી હત્યા
10 વર્ષના બાળકની હત્યા પાછળ પણ તંત્ર-મંત્ર હોવાની શક્યતા છે, કારણ કે અઢી વર્ષ પહેલા કાનપુર આઉટરના ઘાટમપુરના ભદ્રાસ ગામમાં એક માસૂમ બાળકીને બે હત્યારાઓએ નિર્દયતાથી મારીને તેનું લીવર કાઢી નાખ્યું હતું. આ હત્યા દિવાળીના દિવસે ગામના જ પતિ-પત્નીએ કરી હતી જે બાળકની લાલચમાં જ બીજી બાળકીને મારી તેનું લીવર બહાર કાઢીને ખાય ગયા હતા.

Most Popular

To Top