ગુજરાત સીઆઈડી ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ અને સશસ્ત્ર કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ આજે તા. 15 ડિસેમ્બરને સોમવારે ગાંધીનગરના સરગાસણ ખાતે જાહેર રસ્તા પર 30 લાખ રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રંગે હાથે ઝડપાયા છે.
આ બંને આરોપીઓએ કોલ સેન્ટરમાં કાર્યવાહી ન કરવા અને ગુનાનો ઉકેલ ન લાવવા બદલ લાંચ માંગી હતી. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલની આગેવાની હેઠળની એસીબી ટીમે છટકું ગોઠવીને બંનેને ૩૦ લાખ રૂપિયા રોકડા સાથે પકડી લીધા હતા. એસીબીએ સીઆઈડી ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
આ કેસમાં હકીકત એ છે કે, CID ક્રાઈમ CI સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. પટેલ અને CID ક્રાઈમ CI સેલના સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ પોલીસ અધિકારી વિપુલભાઈ દેસાઈએ CID ક્રાઈમ ગાંધીનગર ઝોન પોસ્ટ ઓફિસના કોલ સેન્ટર ગુનામાં કોઈ કાર્યવાહી ન કરવા બદલ ફરિયાદી અને ફરિયાદીના મિત્ર પાસેથી 30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા તેથી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી.
લાંચના છટકું દરમિયાન આરોપી વિપુલ દેસાઈએ ફરિયાદી સાથે રૂબરૂ વાતચીત કરી અને લાંચ તરીકે રૂ. 30 લાખની લાંચ સ્વીકારી અને પૈસા પહોંચાડ્યા પછી આરોપી પોલીસ ઇન્સ્પેક્ટરે દેસાઈ સાથે વાત કરી. બંને આરોપીઓએ એકબીજાને મદદ કરી અને પકડાઈ ગયા અને ગુનો કર્યો હતો.