હજુ પહેલાં નોરતે ઘોડદોડ રોડ પર મોટો જ્વેલરી શો રૂમ શરૂ કરનાર શહેરના હીરા વેપારી પિતા-પુત્રની સામે ચોથા નોરતે સીઆઈડી ક્રાઈમમાં રૂપિયા 49 કરોડની ઠગાઈનો ગુનો દાખલ થતા હીરાઝવેરાત ઉદ્યોગમાં ચકચાર મચી ગઈ છે. સીઆઈડીએ ફરિયાદ નોંધી ઠગ પિતા-પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી વિગતો પ્રમાણે વરાછા, અશ્વિનીકુમાર રોડ પર ગૌશાળા પાસે મણિનગર સોસાયટીમાં રહેતા અંકુશભાઈ મધુભાઈ નાકરાણી (ઉ. વ.43) જુસકો જનરલ ટ્રેડિંગ એએલએલપીના નામે રફી હીરાનો વેપાર કરે છે. કંપનીમાં તેઓ ડાયરેક્ટર છે. DIAMTEK PVT LTD-U ડાયરેક્ટર જયમ મહેશ સોનાણી, તેનો ભાઈ અગત્સ્ય અને પિતા મહેશભાઈ સાથે વર્ષ 2021માં સીટીલાઇટ સ્થિત ઓફિસમાં મુલાકાત થઇ હતી. હીરાની મશીનરી બાબતે એક સરખો ધંધો હોવાથી વારંવાર મુલાકાતો થતી હતી અને ધંધાકીય સંબંધો પણ વિકસ્યા હતા.
જયમ સોનાણીએ અંકુશ નાકરાણીને જણાવ્યું કે, અમારી પાસે વર્ષોના અનુભવ સાથે મોટી સિસ્ટમ-ટેકનોલોજી છે, 150 કેરેટ પ્રતિ મહિના પ્રતિ સિસ્ટમ રફ હીરાનું ઉત્પાદન થઇ શકે તેવી ટેકનોલોજી છે. જેમાં ઊંચો નફો થશે એવી વાત કરી હતી.
આ ટેકલોનોજીવાળી સિસ્ટમમાં હીરાનું ઉત્પાદન કરવું હોય તો પ્રતિ સિસ્ટમ દીઠ 2.10 કરોડ આપવાના રહેશે, જે સિસ્ટમ અમારી ફેક્ટરી DIAMTEK PVT LTDHi લગાવીશું તથા સિસ્ટમમાં ઉત્પાદન થતા રફી હીરાનો ઉત્પાદન ખર્ચ પ્રતિ કેરેટ 42 ડોલર નક્કી થયો હતો. આ સિસ્ટમમાં ઉત્પાદન થતા હીરામાં 1250 કેરેટ પ્રતિ મહિના પ્રતિ સિસ્ટમ આપવાના થતા હતા અને બાકીના તેઓ પાસે રાખવાના હતા.
ડીલ યોગ્ય લાગતા નાકરાણીએ DIAMTEK PVT LTDना ने ખાતામાં 2.34 કરોડ રોક્યા હતા. ત્યારબાદ 5 સિસ્ટમ અંતર્ગત MOU કર્યા હતા. જે પાછળથી 16 સિસ્ટમ થયું હતુ. અગાઉ 5 મશીનવાળું એમઓયું 16 સિસ્ટમમાં મર્જ કરવામાં આવ્યું હતુ. જેમાં વિવિધ શરતો નક્કી થઇ હતી.
સોનાણીએ અમેરિકાની સિગ્નેટ કંપની છે, જે આ હીરા ખરીદવા માંગે છે એમ કહ્યું હતુ. વેપારી નાકરાણીએ 23.35 કરોડ રૂપિયાનો માલ તેઓને આપ્યો હતો. એમઓયુ બાદ નાકરાણીએ 16.16 કરોડ સોનાણીની કંપનીમાં આપ્યા હતા. ત્યારબાદ બીજા 8.10 કરોડ પણ જુસકો જનરલ ટ્રેડિંગ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. 26.60 કરોડ 16 સિસ્ટમના રફ હીરા ઉત્પાદન પેટે આપ્યા હતા. રફ હીરાની અલગ અલગ કેરેટવાળી 7 ચિઠ્ઠી બનાવી કાચો માલ આપ્યો હતો. 5 ચિઠ્ઠીમાં સહી પણ છે.