વલસાડ : નાતાલ (Christmas) તથા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના (Thirty First December) તહેવાર અંગે પ્રોહી. ડ્રાઈવ કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે વલસાડ (Valsad) રૂરલ પોલીસની (Police) ટીમ અતુલ ફસ્ટગેટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળતા પોલીસની ટીમ નેહાનં.48 અતુલ ફર્સ્ટ ગેટ હાઇવે ઓવરબ્રિજ પાસે વોચ કરી રહી હતી. એક કાર આવતા ચેક કરતાં કારના ચોર ખાનામાં સંતાડેલા 214 દારૂના પાઉચ કિં.રૂ. 31,500 કાર, મોબાઈલ મળી કુલ રૂ.2,36,500નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. કારમાં સવાર સુભાષ સુખા વસાવા (રહે. રાંદેર રોડ, નવયુગ કોલેજ સુરત), મહિમા મનોજ પંડા (રહે. હાલ પાંડેસરા, પિયુષ પોઈન્ટ, ઉન્નતિ હોટલ નજીક ઉધનારોડ, સુરત મૂળ ભુવનેશ્વર ઓડીસા)ની ધરપકડ કરી જેલમાં ધકેલી લીધા હતા. આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
રણોદ્રા પાટિયા પાસેથી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર રણોદ્રા પાટિયા પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે 33 હજારના વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જ્યારે કારનો ચાલક કાર મૂકી શેરડીના ખેતરોનો લાભ લઈ નાસી જતા પોલીસે તેણે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નેશનલ હાઇવે નં. 48 ઉપર રણોદ્રા પાટિયા પાસે નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે એક વેગેનર કાર (નં. જીજે-05-સીઆર-2187) ને રોકવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ તે કારચાલકે કાર નહીં રોકતા પોલીસે તે કારનો પીછો કર્યો હતો. જેથી કાર ચાલકે સર્વિસ રોડ પર કાર મૂકી શેરડી અને આંબાના ખેતરોનો લાભ લઈ નાસી ગયો હતો. પોલીસે કારની તપાસણી કરતા ચોરખાનામાંથી 33,600 રૂપિયાની વિદેશી દારૂની 84 નંગ બાટલીઓ મળી આવી હતી. જ્યારે પોલીસે સુરત પુનાગામ વિક્રમનગરમાં રહેતા હરીશભાઈ અર્જુનભાઈ વૈષ્ણવને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
ભરૂચમાં અલગ અલગ સ્થળેથી ચાર બુટલેગર ઝડપાયા
ભરૂચ: ભરૂચ એલસીબી પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, ભરૂચની પોલિટેક્નિક કોલેજના ગેટ પાસે રહેતી મહિલા બુટલેગર પાર્વતીબેન રતના બારિયા વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૫૪ નંગ બોટલ કબજે કરી હતી. પોલીસે ૫ હજારથી વધુના દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.જ્યારે આવી જ રીતે પોલીસે ભરૂચની પોલિટેક્નિક કોલેજના ગેટ પાસે ઝૂપડામાં રહેતી કશુબેન હિમા ડામોર વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૬ નંગ બોટલ કબજે કરી હતી, અને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. આવી જ રીતે ભરૂચની પોલિટેક્નિક કોલેજના ગેટ પાસે ઝૂપડામાં રહેતી કિંદુબેન રામુ ડામોરને ૮૦ નંગ બોટલ મળી કુલ ૮ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી.
તો ભોલાવ વિસ્તારમાં આવેલા સુરભી એવન્યુ સામે આવેલ સાંનિધ્ય બંગ્લોઝમાં રહેતા બુટલેગર ભાવેન ધનસુખ રાણાના ઘરે દરોડા પાડ્યા હતા, અને ત્યાંથી વિદેશી દારૂની ૮ નંગ બોટલ મળી બુટલેગરને ઝડપી પાડ્યો હતો.