ચીન: આમ તો ચીનમાંથી સમાચાર મેળવવા ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આ સમયે સોશિયલ મીડિયા દ્વારા જે બાબતો બહાર આવી રહી છે તેના પરથી લાગે છે કે ચીનમાં રાજકીય અને સૈન્ય સ્થિતિ સારી નથી. સોશિયલ મીડિયા પર અહેવાલો છે કે ચીન(China))ના રાષ્ટ્રપતિ(President) શી જિનપિંગ(Xi Jinping)ને PLA પ્રમુખ પદ પરથી હટાવ્યા બાદ તેમને નજરકેદ(House Arrest) કરવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી આ અહેવાલોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એક અહેવાલો એવો પણ છે કે, ત્યાંની સેના (PLA)એ રાજધાની બેઇજિંગ પર કબજો મેળવી લીધો છે. રાજધાની સંપૂર્ણપણે સેનાના નિયંત્રણમાં છે. બેઈજિંગ હવે આખી દુનિયાથી કપાઈ ગયું છે. મોટી સંખ્યામાં સૈનિકો ત્યાં પહોંચી ગયા છે અને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
શી જિનપિંગનું સેન્ટ્રલ ગાર્ડ બ્યુરો પર કોઈ નિયંત્રણ નથી
ન્યૂઝ હાઈલેન્ડ વિઝનના અન્ય એક અહેવાલમાં જણાવાયું છે કે ચીનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓ અને ભૂતપૂર્વ ચીનના વડા પ્રધાન વેન જિબાઓએ સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ સભ્ય સોંગ પિંગને તેમની સાથે જોડાવા અને સેન્ટ્રલ ગાર્ડ બ્યુરો પર નિયંત્રણ મેળવવા માટે સમજાવ્યા હતા. સેન્ટ્રલ ગાર્ડ બ્યુરો સોંગ પિંગના નિયંત્રણ હેઠળ છે. સેન્ટ્રલ ગાર્ડ બ્યુરો પોલિટબ્યુરોની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને CCPના અન્ય નેતાઓને સુરક્ષા પૂરી પાડે છે. શી જિનપિંગની સુરક્ષાની જવાબદારી પણ આ જ છે.
પીએલએ દ્વારા બેઇજિંગ એક અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું
સોશિયલ મીડિયા પર સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે કે સેના દ્વારા બેઇજિંગને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે અને શી જિનપિંગ હવે રાષ્ટ્રપતિની સત્તા નથી. જેનિફર ઝેંગના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો સર્ક્યુલેટ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો બેઈજિંગનો છે. બેઇજિંગની બહાર હાઇવે પર સેનાનો એક મોટો કાફલો દેખાય છે. કહેવામાં આવી રહ્યું છે કે 22 સપ્ટેમ્બરે પીએલએના સૈન્ય વાહનો બેઇજિંગ તરફ જઈ રહ્યા હતા. આ કાફલો લગભગ 80 કિલોમીટર લાંબો છે. બેઇજિંગ નજીકના હુઆનલાઈ કાઉન્ટીથી શરૂ થઈને સૈન્યના વાહનોનો કાફલો ઝાંગજિયાકોઉ શહેરમાં સમાપ્ત થયો. આ કાફલાની લંબાઈ 80 કિમી સુધી છે. આ ટ્વીટમાં એવો પણ ઉલ્લેખ છે કે શી જિનપિંગને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમને નજરકેદ કરવામાં આવ્યા છે.
જિનપિંગ સમરકંદથી પરત ફર્યા બાદ નજરકેદ હતા
અપ્રમાણિત અહેવાલો અનુસાર, હુ જિન્તાઓ અને વેન જિબાઓએ સીજીબી પર નિયંત્રણ મેળવતાની સાથે જ જિયાંગ ઝેંગ અને બેઇજિંગમાં સેન્ટ્રલ કમિટીના સભ્યોને ટેલિફોન દ્વારા જાણ કરી. મૂળ સ્થાયી સમિતિના સભ્યોએ તેમજ શી જિનપિંગની લશ્કરી સત્તાનો અંત લાવ્યો. એવા અહેવાલો છે કે તેમને એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને બાદમાં 16 સપ્ટેમ્બરના રોજ શાંઘાઈ કોઓપરેશન સમિટની બેઠકમાંથી પાછા ફર્યા બાદ તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા.
સમગ્ર વ્યવસ્થા પર હુ જિન્તાઓનું નિયંત્રણ
એવા અહેવાલો છે કે શી જિનપિંગનું હવે સિસ્ટમ પર કોઈ નિયંત્રણ નથી. હુ જિન્તાઓએ વર્તમાન પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. જો આ અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો 2019માં કોરોના વાયરસના પ્રકોપ પછી ચીનમાં આ સૌથી મોટી ઘટના છે. છેલ્લા 10 દિવસથી બંધ બારણે ગુપ્ત બેઠકો ચાલી રહી હતી. આ બેઠકોનું પરિણામ એ આવ્યું કે શી જિનપિંગના હાથમાંથી સત્તા લગભગ જતી રહી છે.
શીની સમરકંદની મુલાકાત દરમિયાન બનાવેલી યોજનાઓ
જ્યારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ શાંઘાઈ કોઓપરેશન સમિટ માટે સમરકંદમાં હતા, ત્યારે હુ જિન્તાઓ અને વેન જીબાઓએ સોંગ પિંગને શી જિનપિંગ વિરુદ્ધ ઉશ્કેર્યા હતા. કારણ કે શી જિનપિંગે સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાની તૈયારી લગભગ કરી લીધી હતી. આ પછી, શી જિનપિંગ સમરકંદથી પાછા ફરતાની સાથે જ તેમના રક્ષકો દ્વારા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને બાદમાં તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા.