National

ચીની હેકરોએ ફરી સાઇબર એટેક કરવાનો પ્રયાસ કર્યો, ભારતે આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

નવી દિલ્હી, તા. 03 ચીની હેકરો દ્વારા ભારતમાં થયેલા સાયબર હુમલાનું બીજું ઉદાહરણ સામે આવ્યું છે. ચીની હેકરોએ તેલંગાણાનો વીજ પુરવઠો બંધ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ, આ હુમલો ભારતની કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે મોકલેલી ચેતવણીથી નિષ્ફળ કરવામાં આવ્યો છે.

પાછલા દિવસોમાં એ વાત સામે આવી હતી કે, ગયા વર્ષે મુંબઇમાં થયેલા પાવર કટમાં ચીની હેકર્સનો હાથ હતો. પરંતુ, ચીન દ્વારા આવા દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો.
માહિતી અનુસાર, ચીનના હેકરો દ્વારા તેલંગાણા સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર, TSTransco અને કેટલાક અન્ય કેન્દ્રો સાયબર એટેક કરવાની પ્લાનિંગ કરવામાં આવી હતી. પરંતુ સીઇઆરટી-ઇનની ચેતવણી બાદ સાયબર સ્પેસમાં સર્વેલન્સ વધારવામાં આવ્યો હતો.
TSTransco સહિત અન્ય કેન્દ્રોએ ચાઇનીઝ હેકરોના હુમલાને રોકવા માટે ઘણા પગલા લીધા હતા. જેમાં, આઇપી સર્વરને બ્લોક કરવું, રિમોટ ઓપરેશન માટે નિયંત્રણ ફંક્શન બંધ કરવું વગેરે શામેલ છે.

માહિતી અનુસાર, મે 2020થી ચીની હેકર્સ સતત ભારતમાં ઘણા કેન્દ્રો પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે. ચીની હેકરો પાવર સ્ટેશનો પર સાયબર એટેક કરીને સ્ટેશનને પોતાના નિયંત્રણમાં લેવા માગે છે.
આ સાયબર હુમલા ખાસ કરીને તે સમયે થયા, જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચરમસીમાએ હતો. એક તરફ સરહદ વિવાદ ચાલતો હતો ત્યારે ચીની હેકરો સાયબર હુમલા કરીને ભારતને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ટૂંક સમય પહેલા પણ પૂર્વી લદ્દાખમાં એલએસીમાં ઘુસણખોરી કરવામાં નિષ્ફળ ગયેલ ચીન (CHINA) હવે ભારત (INDIA) પર સાયબર એટેક (CYBER ATTACK) કરવામાં વ્યસ્ત છે. ચીન દ્વારા પ્રાયોજિત હેકરોના જૂથે છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારતમાં રસી નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) અને ભારત બાયોટેકની આઇટી સિસ્ટમોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. સાયબર ઇન્ટેલિજન્સ કંપની સાઇફિર્મા(Cyfirma)એ એક ન્યૂઝ એજન્સીને આ માહિતી આપી છે. 

ચીની હેકરોએ સાયબર એટેક કરીને ભારતીય રસી ઉત્પાદકોને નિશાન બનાવ્યાં

દુનિયાને કોરોના રોગ આપતો ચીન નારાજ છે કે ભારત આ રોગ સામેના યુદ્ધમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યો છે. રસી નિર્માણ-વહેંચણીમાં પણ તે ભારતથી પાછળ છે. વિશ્વમાં વેચાયેલ કુલ રસીઓમાં ભારત 60 ટકાથી વધુનું ઉત્પાદન કરે છે.  ગોલ્ડમ સેક્સ સમર્થિત સિંગાપોર અને ટોક્યો સ્થિત સાયબરસક્યુરિટી સાઇફર્મે જણાવ્યું છે કે ચીની હેકિંગ ગ્રૂપ એપીટી -10 (APT10), જેને સ્ટોન પાંડા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના દ્વારા વિશ્વની સૌથી મોટી રસી કંપની ઇન્ડિયા બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સપ્લાય ચેન અને સોફ્ટવેર (software) અને તેની કેટલીક નબળાઇઓ શોધવામાં આવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top