World

હિન્દ મહાસાગરમાં ચીનનું જહાજ ડુબ્યું, 39 લોકો ગૂમ

નવી દિલ્હી : હિન્દ મહાસાગરમાં (Indian Ocean) માછલી પકડવા ગયેલા ચીની જહાજ (Chinese ship) ડુબી જવાના સમાચાર મળ્યા છે. જહાજમાં કુલ 39 માછીમારો (fishermen) સવાર હતા. આ તમામ અકસ્માત બાદથી ગૂમ છે. આ માછીમારોનું રેસ્ક્યુ ચીન માટે ખુબ જ મહત્વનું છે તેમ કહી શકાય છે. કારણ કે, આ રેસ્ક્યું ઓપરેશન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Chinese President Xi Jinping) અને વડાપ્રધાન લી ક્વિઆંગની (Prime Minister Li Kuang) દેખરખમાં કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર પેંગ યુઆન યુ 028 નામનું જહાજ પેંગલાઈ જિંગલુ ફિશરીની માલિકીનું છે. જે ગયા મંગળવારે બપોરના ત્રણ વાગ્યાની આજુબાજુ સમુદ્રમાં માછલી પકડવા ગયુ હતું. તે દરમિયાન તે જહાજ ડુબી જવાની માહિતી મળી આવી હતી.

આ જહાજ વિશેની માહિતી આપતા ચીની અધિકારીઓએ જણાવ્યુ હતું કે, હિન્દ મહાસાગરમાં ડૂબેલા જહાજમાં કુલ 17 ચીની ક્રૂ અને 17 ઇન્ડોનેશિયન તથા 5 ફિલિપાઇન્સના માછીમારો સવાર હતા. આ તમામ માછીમારોની હજી સુધી કોઈ પણ પ્રકારની માહિતી મળી આવી નથી.

આ માછીમારોના જહાજ પર લગાવવામાં આવેલું ટ્રેકર પણ બંધ હતા. જેના કારને તેમનું ચોક્કસ લોકેશન મળ્યું નથી. માછીમારોનું જહાજ હિન્દ મહાસાગરની વચ્ચે ડુબેલું હોવાની જાણકારી મળી આવી છે. ત્યાર બાદ ચીની રેસ્ક્યુ જહાજો ઘટના સ્થળે પહોચી માછીમારોની શોધખોળ હાથ ધરી છે.

ચીન માટે રેસ્ક્યું મહત્વનું છે
હિન્દ મહાસાગરમાં ડૂબેલા પેંગ યુઆન યુ 028 નામનું જહાજ માસવાર માછીમારોનું રેસ્ક્યું કરવામાં અવી રહ્યું છે. આ રેસ્ક્યું ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન લી ક્વિઆંગની દેખરખમાં કરવામાં આવી રહ્યું છે. આ પરથી કહી શકાય કે આ રેસ્ક્યું ચીન માટે મહત્વનું છે.

ચીની જહાજો ટ્રેકર ઓફ કરી દે છે
ઘણી વખત હિંદ મહાસાગરમાં હાજર ચીનના જહાજો પર જાસૂસીનો આરોપ પણ લાગે છે. આને ‘ડાર્ક સેલિંગ’ કહેવાય છે. ચીના જહાજોને જ્યારે દરિયામાં માછલી પકડવા માટે જાય છે ત્યારે તેમના જહાજમાં એક ટ્રેકર લગાવવામાં આવેલુ હોય છે. આ ટ્રેકરની મદદથી તે જહાજને ટ્રેક કરી શકાય છે. પરંતુ જાસુસી કરવાના ઈરાદે આવેલા જહાજો હિન્દ મહાસાગરની વચ્ચે પહોચતા ટ્રેકરને ઓફ કરી દે છે. જોકે નિયમ અનુસાર સમુદ્રમાં માછલી પકડવા ગયેલા જહાજોના ટ્રેકર ઓન રાખવાના હોય છે.

Most Popular

To Top