Business

ચીનના જ્યોતિષીનું કહેવું છે કે ૨૦૨૨ છે વાઘનું વર્ષ!

રતીય શાસ્ત્રોમાં બાર રાશિઓ નામ અને ચિન્હો સાથે છે પણ ચીનની જ્યોતિષની વિદ્યા અલગ છે.  ચીની રાશિમાં બાર પ્રાણીઓનો ઉલ્લેખ છે. આ રાશિ ચિન્હોમાંથી એક નવાં વર્ષનો સ્વામી છે. તે મુજબ ૨૦૨૨ વાઘનું વર્ષ બનવા જઈ રહ્યું છે. ચાઇનીઝ જન્માક્ષરના બાર ચિન્હો છે: ઉંદર, બળદ, વાઘ, સસલું, ડ્રેગન, સાપ, ઘોડો, ઘેટાં, વાનર, કૂકડો, કૂતરો, ડુક્કર. જાણો કેવું રહેશે ચીનના જ્યોતિષ રાશિ પ્રમાણે નવું વર્ષ!  જન્મ કયા પ્રતીક સાથે થયો છે. તે જાણીને ફળકથન જાણી શકાય છે. જન્મવર્ષનાં દર બાર વર્ષે ચિન્હ બદલાઈ જાય છે. ૧૯૨૪ થી ૨૦૨૦ વચ્ચે દર બાર વરસના અંતરે જન્મેલાં જાતકોનું ચિન્હ ઉંદર છે. આ રાશિમાં જન્મેલા લોકોનું વર્ષ ફેરફારો લાવશે. વ્યાવસાયિક જીવનમાં ઉતાર-ચઢાવ આવશે, યાત્રાના પરિણામે સારો નફો મળશે. નાણાકીય સ્થિતિને નિયંત્રણમાં રાખવી, પ્રેમ અને દામ્પત્ય જીવન માટે વર્ષ સાનુકૂળ છે. ૧૯૨૫ થી ૨૦૧૧ વચ્ચે દર બાર વરસના અંતરે જન્મેલાં જાતકોનું ચિન્હ બળદ છે, વેપારીઓ અને પ્રેમીઓ માટે વર્ષ સાનુકૂળ છે. ખર્ચ થશે સાથે રોકાણની સારી તકો મળી શકે છે. આ વર્ષે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વ્યસ્ત હોવા છતાં પ્રિયજનો માટે સમય ફાળવવો.

૧૯૨૬ થી ૨૦૧૦ વચ્ચે દર બાર વરસના અંતરે જન્મેલાં જાતકોનું ચિન્હ વાઘ છે, વર્ષ પણ વાઘ છે. તેથી આ નિશાની હેઠળ જન્મેલા લોકો માટે નવું વર્ષ અનુકૂળ રહેશે. નવા વર્ષમાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મહેનત કરો. આ નિશાની હેઠળ જન્મેલા લોકો ઉત્સાહ અને પ્રેમથી ભરેલું જીવન જીવશે, વ્યવસાય માટે સમય યોગ્ય છે. તમારી મહેનત બદલ પ્રશંસા થશે. નાણાકીય બાબતો અને સ્વાસ્થ્ય સારું રહેશે. ૧૯૨૭ થી ૨૦૧૧ વચ્ચે દર બાર વરસના અંતરે જન્મેલાં જન્મેલા જાતકોનું ચિન્હ સસલું છે. તેમનાં જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે, વેપારમાં સ્થિરતા રહેશે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. નવા પ્રેમ અને સંબંધો માટે વર્ષ સાનુકૂળ છે. બને તેટલી બચત કરવી. ૧૯૨૮ થી ૨૦૧૨ વચ્ચે દર બાર વરસના અંતરે જન્મેલાંનું ચિન્હ ડ્રેગન છે. આ નિશાની હેઠળ જન્મેલા લોકોના વ્યક્તિગત સંબંધો અનિશ્ચિત બનશે. પ્રેમ જીવન આનંદ અને ઉત્સાહથી ભરેલું રહેશે. નોકરીયાત વર્ગને બદલી મળશે.

૧૯૨૯ થી ૨૦૧૩ સુધી દર બાર વર્ષે જન્મેલાં જાતકનું ચિન્હ સાંપ છે. નાણાકીય સુધારા થશે. મોટી યોજના અમલમાં મુકવામાંની તક સાંપડશે, વૈવાહિક જીવનમાં ગેરસમજથી દૂર રહેવું, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ૧૯૩૦ થી ૨૦૧૪ સુધી દર બાર વર્ષે જન્મેલાં ઘોડા ચિન્હવાળા લોકો નવાં વર્ષમાં સર્જનાત્મક વલણ રાખશે. પ્રેમ માટે યોગ્ય સમય છે. પારિવારિક સમસ્યાઓ હલ થશે, પરેશાનીઓથી મુક્ત થશો. આવકની સ્થિતિ સારી રહેશે.સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ૧૯૩૧ થી ૨૦૧૫ સુધી બાર વરસના અંતરે જન્મેલાં લોકોનું ચિન્હ ઘેટાં છે. ચીની જ્યોતિષ પ્રમાણે આ વર્ગના લોકોના જીવનમાં અનેક ફેરફારો થશે. મહેનત અને પ્રયત્નોથી સારા પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

૧૯૩૨ થી ૨૦૧૬ સુધી બાર વરસના અંતરે જન્મેલાં લોકોનું ચિન્હ વાંદરા છે. વર્ષ સાનુકૂળ છે. સકારાત્મક પરિવર્તન આવશે.જીવન નવીનતા અને ઉત્સાહથી ભરેલું હશે, સ્વાસ્થ્ય માટે સારું વરસ છે.  ૧૯૯૩ થી ૨૦૧૭ વચ્ચે બાર વરસના અંતરે જન્મેલાં લોકોનું રાશિ ચિન્હ કૂકડો છે. વ્યવસાયમાં મિશ્ર પરિણામો, આનંદમાં સમય પસાર થશે. મોટા ફેરફારો વિના સારી લવ લાઈફ અને બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

૧૯૩૪ થી ૨૦૧૮ વચ્ચે દર બાર વરસના અંતરે જન્મેલાં લોકોનું રાશિ ચિન્હ કૂતરો છે, આ ચિન્હના જાતકોનું વર્ષ પ્રેમ, રોમાંચથી ભરેલું રહશે. પ્રેમીઓ માટે વર્ષ અનુકૂળ છે. વ્યવસાયિક જીવન સ્થિર રહેશે. નાણાકીય સ્થિતિમાં ફેરફાર નહીં થાય. વધુ પડતો માનસિક અને શારીરિક થાક ન લેવો. ૧૯૩૫ થી ૨૦૧૯ વચ્ચે બાર વરસના અંતરે જન્મેલાં જાતકોનું ચિન્હ ડુક્કર છે. જે દર્શાવે છે કે સકારાત્મક ફેરફારો થશે. ઉદ્યોગપતિઓ માટે સાનુકૂળ બની શકે છે. પ્રેમ સંબંધમાં તમારા જીવનસાથી સાથે મેળ કરો, જૂની વાતો ભૂલી જાઓ. આર્થિક સ્થિતિ અને નાણાકીય રોકાણ માટે વર્ષ સારું છે. બાર ચિન્હો માટે જે સામાન્ય છે તેનુ સ્વાસ્સ્થ સારું રહેશે પણ સચેત રહેવું, સહુનું શુભ થાવ!

Most Popular

To Top