Charchapatra

વિશ્વમાં ચીનનો વધેલો દબદબો

તાજેતરના એક સર્વેત્રણમાં ચીન એક વૈશ્વિક મહાસત્તાના રૂપમાં ઉભરી આવ્યું છે. ચીન હવે દુનિયામાં માત્ર લશ્કરી દૃષ્ટિએ નહીં આર્થિક વેપારી ધંધામાં પણ મહાસત્તા બની ચૂકયું છે. એક સમયે મહાસત્તા ગણાતા બ્રિટન-રશિયા- અમેરિકા આજે પાછળ રહી ગયા છે. 2020-21ના આર્થિક સર્વેમાં ચીનાઓની આર્થિક સમૃદ્ધિમાં અન્યો કરતા 16 ગણો વધારો થયો છે. ભારતનો ક્રમ પ્રથમ 10મા કયાંય નથી! જોકે ભારતે પોતાનો વિકાસ કાર્યક્રમ ચીન કરતા 10 વર્ષપહેલા 1990-91માં નરસિંહરાવ સરકારે કરેલો અને ચીને શરૂઆત 2000ની સાલથી કરેલી. આમ કેમ થયું? ભારત પાછળ કેમ પડી ગયું?

ભારતમાં વિકાસ કાર્યક્રમનો સૌથી મોટો ફટકો ભાજપના ‘બાબરી ધ્વંશ’ આંદોલને આપ્યો. દુનિયાભરમાં ભારતની છબિ ખરડાઇ એના કારણે ભારત 20 વર્ષ જેટલું પાછળ પડયું. બાદમાં ગાડી જેમતેમ થાળે પડી. મોદીજીએ આયોજન વગરની નોટબંધી લાગુ કરી વેપારધંધાની કમર તોડી નાંખી. કાશ્મીરમાંથી 370 કલમ હટાવવાનું દુ:સાહસ કર્યું. એમના આવા પગલાંઓથી દેશને કોઇ આર્થિક કે રાજકીય ફાયદો નથી થયો! દેશ અને પ્રજા વેપાર ધંધાથી સુખી થાય છે. આંદોલનો કરવાથી કે કાયદાઓ બદલવાથી નહીં. ચીનના જીનપિંગ ચુપચાપ કામ કરે છે. મોદીજી ખોખલા ઢોલ-નગારા વધારે વગાડે છે. મોદીજી 18 કલાક કામ કરે છે પણ  તેમાંથી 15 કલાક વિરોધીઓને પછાડવામાં અને ભાંડવામાં કાઢે છે. મોદીજી ‘કાગળના વાઘ’ છે. મોદીજી ઠાવકા બને એ જરૂરી છે. તોજ દેશ પ્રગતિ કરશે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top