Charchapatra

રેરઅર્થના ખનનમાં ચીનનો દબદબો

આજકાલ દુનિયાભરમાં રેરઅર્થ ચર્ચાનો વિષય બન્યો છે. જે અંગે હાલમાં એક લેખ વાંચતા જાણવા મળ્યુ કે ૧૭૮૮માં સ્વીડનના યટરબી નામના ગામમાં ખોદકામ ચાલતુ હતું એ દરમિયાન કાળો અગાઉ ન જોયો હોય એવો ખડક મળ્યો. આવો ખડક અગાઉ કોઇએ જોયો નહોતો એથી એને રેર એટલે કે દુર્લભ એવું નામ મળ્યુ. એ સમયે આ ખડકને જે તેજાબમાં ધોવામાં આવતો એને અર્થ કહેવામાં આવતું એથી એ ખનિજનું નામ રેરઅર્થ પડ્યું. આ ખનિજ લગભગ સત્તર પ્રકારના છે. જેનું શુદ્ધિકરણ થયા પછી મોબાઇલ ફોન, ઇલેક્ટ્રીક કાર, ફાયટર જેટમાં વપરાતા હીટ પ્રૃફ મેગ્નેટ, મિસાઈલ કન્ટ્રોલ તેમજ સ્પેસક્રાફ્ટ જેવી ઇલેક્ટ્રોનિક આઇટમોમાં વપરાય છે.

આ વસ્તુ અનિવાર્ય (આવશ્યક) છે. આખી દુનિયામાં રેર અર્થનો લગભગ ૧૩૦ મિલિયન ટનનો ભંડાર છે જેમાં સૌથી વઘુ ૪૪ મિલીયન ટન જેટલો હિસ્સો ચીન પાસે છે એટલે કે દુનિયાના કુલ હિસ્સાનો મોટોભાગ ચીન પાસે છે. દુનિયાના કુલ ઉત્પાદનના ૯૦% જેટલી રેરઅર્થ ચીનમાં બનતી હતી જે ૨૦૧૧ સુઘીમાં ૯૭% સુઘી પહોંચી છે. એનો અર્થ એ થયો કે દુનિયાની જરૂરિયાતનો લગભગ બઘો માલ ચીનથી આવવા લાગ્યો. ૧૯૯૦થી ચીને આનો રાજકીય ઉપયોગ શરૂ કરી નક્કી કર્યુ હતુ કે એ કેટલો માલ અન્ય દેશોને વેચશે અને કઇ કઇ કંપનીઓ આ કારોબારનો હિસ્સો બનશે. આમ દુનિયા ચીન પર નિર્ભર થઇ ગઇ.
પાલ, સુરત        – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top