Business

ચીનના ખતરનાક વાયરસ HMPVની બેંગ્લુરુ બાદ ગુજરાતમાં એન્ટ્રી, આ શહેરમાં નોંધાયો કેસ

અમદાવાદઃ ચીનમાં ફેલાયેલો કોરોના જેવો એચએમપીવી (HMPV) વાયરસનો આજે સવારે ભારતમાં પહેલો કેસ બેંગ્લુરુમાં નોંધાયાના ગણતરીના કલાકોમાં બીજો અને ત્રીજો કેસ નોંધાયો છે. આ વાયરસનો ભારતમાં ત્રીજો કેસ ગુજરાતમાં નોંધાયો છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં એચએમપીવીનો કેસ જોવા મળ્યો છે. તેના પગલે રાજ્યના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

  • બે મહિનાનો બાળક સંક્રમિત
  • બાળક મૂળ મોડાસા પાસેના ગામનો
  • ખાનગી હોસ્પિટલમાં નોંધાયો કેસ
  • શરદી-તાવના લક્ષણો જોવા મળ્યાં

ગુજરાતમાં HMPV વાયરસ નથી એવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેર કર્યું તેની થોડી જ મિનિટોમાં ગુજરાતમાં આ ખતરનાક વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. ગુજરાતમાં HMPV વાયરસની એન્ટ્રી થઈ છે. આ સાથે દેશમાં આ વાયરસના કુલ 3 કેસ થયા છે. બેંગલુરુમાં આજે 2 કેસ નોંધાયા છે, તો ત્રીજો કેસ ગુજરાતમાં નોઁધાયો છે.

HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી
ગુજરાતમાં HMPV નો પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં HMPV નો પહેલો કેસ નોંધાયો છે. આ વાયરસથી 2 મહિનાનું બાળક સંક્રમિત થયું છે. આ બાળકમાં શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા છે. બાળક ખાનગી હોસ્પિટલના સારવારથી સ્વસ્થ છે. ખાનગી લેબોરેટરીમાં બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામના પરિવારનું છે. બાળકની તબિયત બગડતા અમદાવાદ લાવ્યા હતા.

ગુજરાત સરકારે જાહેર કરી ગાઈડલાઈન
ચીનમાં HMPV વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચીનના કેટલાક પ્રાંતમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ સ્થિતિ કોરોના સમયની યાદ અપાવી રહી છે. દરમિયાન ગુજરાતમાં પણ આ ભયાનક વાયરસનો કેસ નોંધાતા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નવા વાયરસની એન્ટ્રી વચ્ચે શુ કરવું અને શું ન કરવું તેને લઈને આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે.

લક્ષણો જણાય તો ડોક્ટરો નો સપર્ક કરવા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે. રાજ્યમાં હાલના તબક્કે એક પણ કેસ નોંધાયેલ ન હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે. ભારતના સ્વાસ્થય વિભાગે કહ્યું કે, અમે અમારી લેબમાં ટેસ્ટ નથી કર્યો. ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં કેસ સામે આવ્યો છે.

કર્ણાટકમાં બે કેસ નોંધાયા
ભારતમાં HMPV કેસ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કર્ણાટકમાં HMPV ના બે કેસ શોધી કાઢ્યા છે. ત્રણ અને આઠ મહિનાના બાળક સંક્રમિત થયા છે. વધુમાં ICMR અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) નેટવર્કના વર્તમાન ડેટાના આધારે દેશમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અથવા ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) ના કેસોમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી.

ચિંતા કરવા જેવું નથી
કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર હર્ષ ગુપ્તા (IAS) કહ્યું, બાળકમાં HMPVના લક્ષણો હોવા અસામાન્ય નથી. ભૂતકાળમાં પણ આપણે ઘણા દર્દીઓમાં HMPV સંબંધિત કેસ જોયા છે. તેમાં ચિંતા કરવાની કોઈ વાત નથી. તેથી કોઈએ ગભરાવાની જરૂર નથી.

જો HMPV નો કોઈ નવો તાણ હોય તો ICMR એ અમને સૂચનાઓ અથવા અપડેટ કરેલી માર્ગદર્શિકા મોકલવી જોઈએ. આ માટે હજુ સુધી કોઈ ખાસ પ્રોટોકોલ જારી કરવામાં આવ્યો નથી. બાળકનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અત્યારે આ વાયરસને લઈને ચિંતા કરવાનું કોઈ કારણ નથી.

Most Popular

To Top