World

ચીન વાયા તિબેટ દક્ષિણ એશિયામાં ઘૂસવા માટે રસ્તો બનાવશે: અહેવાલ

બીજિંગ,: ચીનના સત્તાવાર મીડિયાએ શુક્રવારે અહેવાલ આપ્યો છે કે ચીને પોતાની 14મી પંચવર્ષીય યોજનામાં તિબેટને દક્ષિણ એશિયા સાથે જોડતો મહત્વનો “માર્ગ” બનાવવા સમાવેશ કર્યો છે.

ચીન સરકાર સંચાલિત ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ 14મી પંચવર્ષીય યોજના દસ્તાવેજને ટાંકીને કહ્યું છે કે ચીન તિબેટને દક્ષિણ એશિયા તરફનો માર્ગ બનાવવામાં મદદ આપશે. આ યોજના ચીનના સંસદમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી) ને સુપરત કરવામાં આવી છે.
શુક્રવારે અહીં એનપીસીના વાર્ષિક સત્રની શરૂઆત થઈ હતી. સિંહુઆ ન્યૂઝ એજન્સીએ સંક્ષિપ્ત અહેવાલ આપ્યો છે કે, દક્ષિણ એશિયામાં એક મહત્વપૂર્ણ માર્ગ પસાર કરવા માટે ચીન તિબેટને મદદ કરશે.

રાષ્ટ્રીય આર્થિક અને સામાજિક વિકાસ માટે 14મી પંચવર્ષીય યોજના (2021-2025) અને વર્ષ 2035 ના લાંબા ગાળાના ઉદ્દેશોની મુસદ્દાની રૂપરેખા, જેને ચીનના શાસક સામ્યવાદી પાર્ટી (સીપીસી) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી તેને ઔપચારિક મંજૂરી માટે એન.પી.સીને સુપરત કરવામાં આવ્યું હતું.

જો કે સિંહુઆ અહેવાલમાં ઉલ્લેખ કર્યો નથી કે ચીન તિબેટ અને નેપાળ દ્વારા ટ્રાન્સ-હિમાલયન મલ્ટિ-ડાયમેંશનલ કનેક્ટિવિટી નેટવર્ક બનાવવાની લાંબા સમયથી યોજના બનાવી રહ્યુ છે. તેને ચીન અને નેપાળના બેલ્ટ એન્ડ રોડ ઇનિશેટિવ (બીઆરઆઈ) ના સહયોગના ભાગ રૂપે માનવામાં આવતું હતું.

હાલના વડા પ્રધાન કે પી શર્મા ઓલીની સરકાર હેઠળના નેપાળ ચીનની નજીક છે.
2019 માં, ચીન અને નેપાળે તેમની 2016 ટ્રાંઝિટ ટ્રાન્સપોર્ટ સંધિના અમલીકરણ માટે એક પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા હતા, જેનાથી ભારતીય બંદરો પર તેનું અવલંબન ઘટાડીને નેપાળ વિદેશી વેપાર માટે ચાઇનીઝ બંદરોનો ઉપયોગ કરવા માટે પ્રવેશની પરવાનગી મળી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top