Charchapatra

ચકલીની જરૂરિયાત ચીન જાણે છે

ચીનમાં ચકલી મારો અભિયાન એક સમયમાં ચલાવવામાં આવેલું. કીટકો, મચ્છર, ઉંદર, ચકલી આ ચાર દુશ્મનો જવાબદાર છે અને બાકી બીમારી ફેલાય છે એમ સમજી આ અભિયાન ચલાવવામાં આવ્યું. એ લોકોને એવું માનવું હતું કે ચકલીઓ ખેતરનો અડધુ અનાજ ખાય જાય છે એનો નાશ કરવો, ચકલી મારો અભિયાનમાં ઈનામો પણ રાખવામાં આવ્યા. ચીનના લોકો પોતાનું કામકાજ પતાવી ચકલી મારવાના પાર્ટ ટાઈમમાં લગી ગયા. નવી રીત શોધી ચકલીઓનો નાશ કરવા લાગ્યા. બે વર્ષમાં તો ચીને ચકલી વિહોણો દેશ બની ગયો. હવે બન્યું એવું કે ઉત્પાદન વધવાને બદલ ઘટવા લાગ્યું, કીટકોનું આક્રમણ થવા લાગ્યું ઉભેલો પાક દવાનો છંટકાવ પણ કારગત ન નીકળ્યો.

એ વખતે ચીનમાં બે મરેલી ચકલીઓનો પોસ્ટમોર્ટમ કર્યું તો ખબર પડી કે ચકલીનાં પેટમાં ચોથા ભાગ અનાજનો હતો અને પોણો ભાગ કીટકોનો હતો. હવે આ લોકોને ખ્યાલ આવ્યો કે ચકલીઓ જેટલું અનાજ બગાડતી તેનાથી વધુ બચાવતી હતી. ચીનમાં ભયંકર ભૂખમરો શરૂ થયો મરવા લાગ્યા અને પ્રાણીઓ જંતુઓ જરૂરી છે તેવું લાગતા આ અજ્ઞાનને લઈને એણે સોવિયત સંઘ પાસેથી લગભગ અઢી લાખ ચકલીઓ ખરીદી અને ચીન ફરીથી ચકલી વાળો દેશ બન્યો. આમ ચકલીને મારવાથી પાયમાલ થયેલો એ ચીન ફરી પાછું બેઠું થયું માટે ચકલીઓ ખૂબ જરૂરી છે.
સુરત     – યોગેન્દ્ર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top