World

ચીન અને જાપાનમાં પ્રચંડ વાવાઝોડા હિન્નામોનનો તરખાટ

બેઇજિંગ: પૂર્વી ચાઇનાના (China) શહેરોએ ફેરી સેવાઓ સ્થગિત કરી દીધી હતી અને જાપાનમાં (Japan) શાળાઓમાં (School) રજા જાહેર કરવામાં આવી હતી અને ફ્લાઇટ્સ (Flight) રદ કરવામાં આવી હતી. કારણ કે, આ વર્ષે સૌથી મજબૂત વૈશ્વિક વાવાઝોડું હિન્નામનોર તીવ્ર પવન અને ભારે વરસાદ સાથે તાઇવાન અને કોરિયાથી પસાર થયું હતું.
શાંઘાઈએ નૌકા સેવાઓને સ્થગિત કરી દીધી છે અને 50,000થી વધુ પોલીસ અધિકારીઓને બચાવમાં મદદ કરવા અને જોખમી વિસ્તારોમાંથી દૂર ટ્રાફિકને માર્ગદર્શન આપવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. વેન્ઝોઉના પૂર્વીય બિઝનેસ હબે સોમવારે તમામ શાળાઓને સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો.

  • ચીન અને જાપાને ફેરી સેવાઓ અટકાવી દીધી, અનેક ફ્લાઇટો રદ
  • વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ તોફાની પવનોએ તરખાટ મચાવ્યો

હોંગકોંગ ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર, હિન્નામોર 175 કિમી (109 માઇલ) પ્રતિ કલાકની ઝડપે મહત્તમ સતત પવન સાથે ધીમે-ધીમે ઉત્તર તરફ પૂર્વ ચાઇના સમુદ્રમાં આગળ વધવાની આગાહી છે. જાપાનના દક્ષિણી ઓકિનાવા ટાપુ ખાલી કરાવવા અને ફ્લાઇટ કેન્સલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટાયફૂન કોરિયન દ્વીપકલ્પમાં તીવ્ર વરસાદ લાવશે તેવી પણ અપેક્ષા છે, જેનાથી પૂરની સંભાવના છે.

ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે રવિવારે સવારે 10 વાગ્યે પીળા ટાયફૂનની ચેતવણી જારી કરી હતી અને ઉત્તરપૂર્વીય ઝેજિયાંગ, શાંઘાઈ અને સ્વ-શાસિત તાઇવાનમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી. જહાજોને પવનથી આશ્રય લેવા માટે બંદર પર પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું અને કેન્દ્રએ લોકોને ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ એકસાથે એકઠા નહીં થવા વિનંતી કરી હતી.

Most Popular

To Top