વિશ્વમાં ચીનનો અન્ય કોઈપણ દેશ સાથે લાંબા સમય સુધી સારો ડીપ્લોમેટીક સંબંધ રહ્યો નથી. જેમાં રશિયા અને ઉ.કોરિયાને અલિપ્ત રાખી કેમ કે તેમા તેનો સ્વાર્થ જળવાયેલો છે વિશેષ કરીને ભારત આઝાદ થયુ પછી આજ સુધી ચીન સાથે સરહદ પર શાંતિ સ્થાપવા અંગે ઉચ્ચસ્તરેની અગણિત મુલાકાતો યોજાઈ છે પરંતુ અંતમાં પરિણામ શૂન્ય જ આવ્યું છે. તો ભારતે ચીનનો વિશ્વાસઘાટી ભૂતકાળને ધ્યાનમાં રાખીને ભારત-ચીન સરહદ પર વધુ જાગૃત અમે સાવધાન રહેવું જરૂરી થઈ જાય છે કેમ કે ચીન સાથે ગુજરાતી કહેવત બિલકુલ યોગ્ય છે કે કુતરાની પૂંછડી કદી પણ સીધી નહી થાય’
સુરત – રાજુ રાવલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગુજરાતમિત્રની અસ્મિતા: અક્ષરની આરાધના
ન.મો. પ્રેરિત વાંચે ગુજરાત અભિયાન વિજાણુ માધ્યમના સહારે મુદ્રણ માધ્યમને આગળ કરવા પુસ્તક પરબ અને પુસ્તક પરિચય જેવા આયામોને આગળ થતા જોઇ આ લખનાર માટે પાંચ દાયકા પૂવરે પુસ્તક સુધી પહોંચાડતી ગુજ.મિત્રની અક્ષરની આરાધના કટાર નજર સમક્ષ થઇ. વાસ્તવમાં ગુજરાતી ભાષાની અને ગુજરાતની અસ્મિતા માટે મિત્રની નિસ્બત સોળ દાયકાથી અકબંધ છે તેમાં દૃષ્ટિનું મહત્વ છે.
ધરમપુર – ધીરુ મેરાઇ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.