નવી દિલ્હી : ચીનમાં (China) કોરોનાનો (Corona) હાહાકાર ચારે બાજુએ ફેલાઈ ગયો છે. આ સાથે જ ફરી એકવાર વિશ્વભરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જોકે આ બધાની વચ્ચે ભારત માટે એક સારા સમાચાર છે. હવે નાક દ્વારા આપવામાં આવતી પ્રથમ કોરોના રસી (vaccine) દેશમાં ખુબ જલ્દીથી લોન્ચ થવા જઈ રહી છે. લોન્ચ (launch) થવાની હવે છેલ્લી તારીખો પણ હવે આવી ગઈ છે. આજ આઠવાડિયાના પહેલા સપ્તાહમાં નેઝલ વૅક્સિન ભારતમાં લોન્ચ થઇ જશે. જે વિશેની સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવી છે.
ભારતમાં નેઝલ વેક્સીન અંગેનો સંપૂણ ચિતાર
આગામી ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીએ નેઝલ વેક્સીન ભારતમાં લોન્ચ કરવામાં આવશે. ભારત બાયોટેક તેની ઇન્ટ્રાનાસલ કોવિડ-19 રસી INCOVACC લોન્ચ કરશે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ના એલાએ શનિવારે આ માહિતી આપી હતી. ક્રિષ્ના એલાએ ગાયો અને અન્ય પશુઓને અસર કરતી ગઠ્ઠી ચામડીના રોગ માટે સ્વદેશી રસી Lumpi-Provakind લોન્ચ કરવા વિશે પણ વાત કરી હતી. તેને હવે આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે.
નેઝલ રસી શું છે? આ રસી કેટલી અસરકારક છે? નાકની રસી બજારમાં કેટલી ઉપલબ્ધ થશે? તે કેવી રીતે તૈયાર થાય છે? ચાલો હવે તેના વિશે સમજી લઇ એ…
પહેલા રસી વિશે જાણો
-નાકની રસી ભારત બાયોટેક ફાર્મ કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે.
-વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન (WUSM) સાથે મળીને બનવવામાં આવી રહી છે.
-ભારત બાયોટેકે કોરોનાની પ્રથમ સ્વદેશી રસી કોવેક્સિન પણ તૈયાર કરી હતી.
-ભારત બાયોટેકે આ નાકની રસીને iNCOVACC નામ આપ્યું છે. પહેલા તેનું નામ BBV154 હતું.
-આ રસી નાક દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવે છે. આ રસી શરીરમાં પ્રવેશતાની સાથે જ કોરોનાના ચેપ અને સંક્રમણ બંનેને અવરોધે છે.
-આ નાક મારફતે લેવાતી રસી બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી રહી છે.
-તેથી જ તેને ઇન્ટ્રાનાસલ વેક્સીન કહેવામાં આવે છે.
-એટલે કે તેને ઈન્જેક્શન દ્વારા આપવાની જરૂર નથી,
-ન તો તેને મોઢા મારફતે આપવામાં આવતી રસીની જેમ આપવામાં આવે છે.
-તે લીકવીડ ફોર્મમાં સ્પ્રે જેવી છે.
નાક મારફતે આપવામાં આવતી આ રસી કેવી રીતે કામ કરે છે?
કોરોનાવાયરસ સહિત ઘણા બીજા માઇક્રોસ્કોપિક વાયરસ મ્યુકોસા દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. નાકની રસી મ્યુકોસામાં સીધી પ્રવેશ કરશે અને તેને કારણે પ્રતિરક્ષામાં વધારો થશે. આ રસી વાયરસને શરીરમાં પ્રવેશતા અટકાવી શકે છે.નાકની રસી શરીરમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન A (IgA) ઉત્પન્ન કરે છે. પ્રારંભિક તબક્કામાં igA ચેપને અટકાવવું વધુ સારું છે. નાકની રસી આ કરવામાં અસરકારક સાબિત થાય છે. આ રસી ચેપને અટકાવે છે તેમજ તેને અન્ય લોકોમાં ફેલાતા અટકાવે છે.
નાક દ્વારા ચાર ટીપાં આપવામાં આવશે
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાકની રસી હવે બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવશે. મતલબ કે જે લોકોને Covaxin અથવા Covishield ના બે ડોઝ મળ્યા છે, તેઓને આ નાકની રસી બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવશે. જો કે જે લોકોએ રસીની એક પણ માત્રા લીધી નથી, તે પ્રાથમિક રસી તરીકે પણ આપી શકાય છે.