નવી દિલ્હી: ચીનમાં (China) કોરોનાના (Corona) કેસોમાં ચીંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યાંની હાલત ભયજનક બની રહી છે. નિષણાંતો એવો દાવો કરી રહ્યાં છે કે આગામી થોડાં દિવસની અંદર દેશની અડધી વસ્તી કોરોના સંક્રમિત થઈ જશે તેમજ ધણાંય લોકો પોતાનો જીવ ગુમાવશે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ ભવિષ્યવાણીના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને ચીનમાં જે રીતે કોરોનાના કેસો વઘી રહ્યાં છે તેના કારણે લોકો ડરી ગયા છે. જાણકારી મળી આવી છે કે આ પરિસ્થિતના કારણે ચીનની સરહદે રહેતા લોકો ત્યાંથી ભાગવાના એટલે કે દેશ છોડવાના પ્રયાસો કરી રહ્યાં છે. જેના કારણે ત્યાંની સરકારે ત્યાંની સરકારે હજારો મિલો સુઘી તારની ફેન્સિંગ કરવી પડી રહી છે.
જણાવી દઈએ કે ચીન કોરોનાની અત્યાર સુઘીની સૌથી ખરાબ પરિસ્થિતનો સામનો કરી રહી છે. હોસ્પિટલની વાત કરીએ તો દર્દીઓના માટે બેડ ઓછા પડી રહ્યાં છે જેના કારણે તેઓને જમીન ઉપર સારવાર આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ચીનનો યુન્નાન પ્રાંત કે જેની સીમા ત્રણ દેશો સાથે જોડાયેલી છે તેણે ઝીરો કોવિડ પોલિસી લાગુ કર્યા પછી પણ ત્યાંની સુરક્ષા ચુસ્ત કરી દીધી છે.
2020માં ચીને કોરોનાના કેસોમાં વધારો થતાં તેને અટકાવવા માટે પોતાના દક્ષિણ દિશામાં સીમાની પાસે એક ઈલેટ્રિકફાઈડ ફેસિંગ કર્યું હતું. જણાવી દઈએ કે આ વિસ્તાર લાઓસ, વિયતનામા અને મયાન્મારની સીમાઓ સાથે જોડાયેલો છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ અગાઉ આને એક અસ્થાયી ફેસિંગ કહ્યું હતું જો કે હવે આ વિસ્તારની સુરક્ષાના ઢાંચામાં મોટા પાયે ફેરફારો થયેલા જોવા મળે છે.
ચીનના દક્ષિણના સીમાની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોમાં કેટલાય સિકયોરિટિ ઈનફાસ્ટ્રકચર તૈયાર કરવામાં આવ્યા હતાં. આ સંરચનામાં સીમાઓની આરપાર સુરંગો ખોદતી અટકાવવા માટે રેજરતારવાળા ઈલેટ્રિફાઈલ ફેન્સિંગ જમીનની અંદર પણ કરવામાં આવ્યા છે. આટલુ જ નહિં અહીં કેમેરા, મોશન સેંસર, અલાર્મ, સર્ચલાઈટ પણ લગાવવામાં આવ્યાં છે. બીજી તરફ ચીનની સીમા પાર કરનારાઓને પકડવા માટે સીમા ઉપર હજારો કિલોમીટર સુઘી પેટ્રોલ એજન્ટોને તૈનાત કરવામાં આવ્યાં છે. આ ઉપરારાંત જે લોકો સીમા પાર કરતા હતા તે લોકોની ધરપકડ કરી તેઓને સાર્વજનિકરૂપથી બેઈજ્જતી કરવામાં આવતી હતી.